માઈક્રોસૉફ્ટના સીઈઓ સત્યા નાડેલાના વેતન ભથ્થામાં 66%નો વધારો...

17 October, 2019 05:18 PM IST  |  મુંબઈ

માઈક્રોસૉફ્ટના સીઈઓ સત્યા નાડેલાના વેતન ભથ્થામાં 66%નો વધારો...

સત્યા નાડેલા

સત્યા નાડેલાના વેતન-ભથ્થામાં એક વર્ષમાં 66 ટકાનો વધારો થયો છે. 30 જૂને ખતમ થયેલા માઈક્રોસૉફ્ટના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, નાડેલાને કુલ 4.29 કરોડ ડૉલરનું કંપેનસેશન મળઅયું. માઈક્રોસૉફ્ટનું નાણાંકીય વર્ષ 1 જુલાઈથી 30 જૂન સુધી હોય છે. ગયા વર્ષે તેમને 2.58 કરોડ ડૉલર મળ્યા હતા. બુધવારે કંપનીનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

કંપનીએ પોતાના ટાર્ગેટ અચીવ કર્યા સાથે જ તેના શેર્સની કિંમતમાં પણ વધારો થયો જેના કારણે નાડેલાના કંપેનસેશનમાં વધારો કરવામાં આવ્યો. જો કે તેની તુલના 2014 સાથે કરવામાં આવે તો તે અડધું છે. ત્યારે નાડેલાને 8.43 કરોડ ડૉલર મળ્યા હતા. અનુમાન પ્રમાણે, નાડેલા હાલની નેટવર્થ 2100 કરોડ રૂપિયા છે.

માઈક્રોસૉફ્ટના સ્વતંત્ર નિર્દેશકોએ નાડેલાના કામના વખાણ કરતા કહ્યું કે તેમની રણનૈતિક નેતૃત્વના કારણે ગ્રાહકોનો ભરોસો મજબૂત રહ્યો છે. સાથે જ તેમણે કંપનીમાં ઘણા ફેરફારો પણ કર્યા છે.

નાડેલાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીની માર્કેટ કેપ 506 અરબ ડૉલર વધી, આ દરમિયાન કંપનીના ટોટલ શેરહોલ્ડર રિટર્નમાં 97 ટકાનો વધારો નોંધાયો. જેનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. માઈક્રોસૉફ્ટની હાલની માર્કેટ કેપ 1072 અરબ ડૉલર અને એપલની 1059 અરબ ડૉલર છે. જણાવી દઈએ કે માઈક્રોસૉફ્ટે ગયા વર્ષે એપલને પાછળ છોડ્યું હતું અને દુનિયાની સૌથી વધુ વેલ્યૂએશન વાળી કંપની બની ગઈ હતી.

microsoft satya nadella