જેટ સંકટઃ નાણામંત્રી અરૂણ જેટલીના મળ્યા જેટના CEO અને કર્મચારી

21 April, 2019 05:52 PM IST  |  નવી દિલ્હી

જેટ સંકટઃ નાણામંત્રી અરૂણ જેટલીના મળ્યા જેટના CEO અને કર્મચારી

જેટના કર્મચારીઓ અરુણ જેટલીને મળ્યા

એવિએશન સેક્ટરની મોટી કંપની ભારે સંકટમાંથી પસાર થઈ રહી છે. એરલાઈન્સે ચલાવવા માટે પર્યાપ્ત ધન ન હોવાની પોતાની સેવાઓને બંધ કરી દીધી છે. જેના કારણે કામ કરી રહ્યા કર્મચારીઓ સંકટમાં  મુકાય ગયા છે અને મદદની ગુહાર લગાવી રહ્યા છે. શનિવારે એરવેઝના સીઈઓએ કર્મચારીઓ સાથે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરીને પોતાની વાત રાખી છે.

જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબેએ કહ્યું કે અમે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા અને પોતાનો મામલો સામે રાખ્યો છે. અમે તેમની પાસે એક ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયા કરવાનો અનુરોધ કર્યો છે, તેમણે અમને આશ્વાસન આપ્યું છે.

કર્મચારીઓના ભવિષ્ય સામે સવાલ
આ પહેલા જેટ એરવેઝના કર્મચારીઓ તેમના વેતન અને અન્ય બાકી રકમ અને એરલાઈન્સને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીને મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. જેટ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું હોવાના કારણે 23, 000 કર્મચારીઓને પગાર નથી મળ્યો. એરલાઈન્સે પોતાની સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે.

એરલાઈનના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓ વચ્ચે કર્મચારીઓના બે યૂનિયનોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. સોસાયટી ફૉર વેલફેર ઑફ ઈંડિયન પાયલટ્સ અને જેટ એરક્રાફ્ટ મેંટેનેંસ એંજિનિયર્સ વેલફેર એસોસિયેશને બે અલગ-અલગ પત્ર લખીને પોતાનું બાકી વેતનની ચુકવણીમાં મદદ કરવાનો અનુરોધ કર્યો છે.

પત્રમાં લગાવવામાં આવી ગુહાર
એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે તમને આ મુદ્દા પર તાત્કાલિક વિચાર કરવાનો અને જેટ એરવેઝ તંત્રને પ્રભાવિત કર્મચારીઓને બાકી વેતન તાત્કાલિક આપવાનો નિર્દેશ આપવાનો આગ્રહ કરીએ છે.' પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'એરલાઈન્સને તાત્કાલિક ધન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયામાં તેજી લાવવા માટે તમને આગ્રહ કરીએ છે કે આ પડકારભર્યા સમયમાં દરેક મિનિટ અને દરેક નિર્ણય ખૂબ જ મહત્વનો છે.'

આ પણ વાંચોઃ જેટ એરવેઝના કર્મચારીઓ માટે આનંદના સમાચાર : ટ્વિટરના માધ્યમથી મળી નોકરી

અનેક મહિનાઓની અનિશ્ચિતતાઓ બાદ જેટ એરવેઝે 17 એપ્રિલે પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. વિમાની કંપનીને ઋણદાતા પાસેથી ઋણ સહાય ન મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

jet airways arun jaitley