રિલાયન્સ-ફેસબુક સોદોઃ ડેટા શૅરિંગના પ્રશ્નો સામે ફેસબુકે કહ્યું આ...

07 October, 2020 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ-ફેસબુક સોદોઃ ડેટા શૅરિંગના પ્રશ્નો સામે ફેસબુકે કહ્યું આ...

ફાઈલ તસવીર

જિઓ પ્લેટફોર્મ્સ-ફેસબુકમાં કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ડેટા શૅર કરવા બાબતે સ્પષ્ટતા માગી હતી. સીસીઆઈએ કહ્યું કે આ કંપનીઓ એક બીજાથી જે ડેટા મેળવશે તેનાથી બજારમાં પ્રતિસ્પર્ધી વિરોધી વર્તન વધશે. જોકે, ફેસબુકે ખાતરી આપી છે કે રિલાયન્સના ડેટાનું 'મર્યાદિત વિનિમય' થશે.

ફેસબુકે સ્પષ્ટતા આપી કે પ્રારંભિક કરાર પર જે હસ્તાક્ષર થયા છે, તે મુજબ ન તો જિયો પ્લેટફોર્મ કે ફેસબુક ભારત એક બીજાના ડેટા મેળવવા જઈ રહ્યા છે. આ કરાર ફક્ત જિયોમાર્ટ ખાતે 'ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન' ની સુવિધા માટે છે. નોંધનીય છે કે જિયોમાર્ટ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ લિમિટેડની પેટાકંપની છે.

CCIએ જૂનમાં જ આ સોદાને મંજૂરી આપી હતી. પરંતુ સીસીઆઈએ ડેટા શેર કરવા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, ફેસબુક સાથે જોડાયેલી કંપની જાધુ હોલ્ડિંગ્સે તેના જવાબમાં કહ્યું, "ડેટાનો ઉપયોગ મર્યાદિત, પ્રમાણસર અને માત્ર સૂચિત વ્યાપારી કરારને લાગુ કરવા માટે છે."

કંપનીનું કહેવું છે કે બંને વચ્ચેના માસ્ટર સર્વિસિસ કરારમાં, તેને પોતાના ફાયદા માટે મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવાની અથવા કોઈપણ તૃતીય પક્ષને આપવા માટે મંજૂરી નથી.

CCIએ ફેસબુક અને રિલાયન્સ વચ્ચેના સોદાને મંજૂરી આપી દીધી છે, પરંતુ ડેટા શેરિંગના ઘણા પાસાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકે 9.99 ટકા હિસ્સો રૂ.43,574 કરોડ એકત્ર કર્યા હતા

mark zuckerberg facebook mukesh ambani reliance