રિલાયન્સ KG-D6 કેસમાં ઊંડી ઊતરતી સીબીઆઇ

10 November, 2011 07:40 PM IST  | 

રિલાયન્સ KG-D6 કેસમાં ઊંડી ઊતરતી સીબીઆઇ

 

ઊંડા સમુદ્રમાંથી ઑઇલ અને ગૅસના એક્સ્પ્લોરેશન અને ઉત્પાદનનો વિષય જટિલ હોવાથી આ તપાસ એજન્સી એના તજ્જ્ઞો પાસેથી એ બાબત સમજી લઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડિરેક્ટરેટ જનરલ ઑફ હાઇડ્રોકાર્બન્સે મંજૂર કરેલો ખર્ચવધારો યોગ્ય હતો કે નહીં એનું ઇન્વેસ્ટિગેશન કરશે. ઉપરાંત સીબીઆઇ જાણવા માગે છે કે દર વર્ષે ૨૫ ટકા એરિયા જ રિલિંક્વિશ કરી શકાય એવી જોગવાઈને અવગણીને પેટ્રોલિયમ મંત્રાલયે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને KG-D6નો પૂરો હિસ્સો શા માટે રિટેન કરવા દીધો? આ ડીલમાં ઍન્ટિકરપ્શન વૉચડૉગ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કેટલાક વાંધા ઉઠાવ્યા એથી આ કેસની પ્રાથમિક તપાસ શરૂ થઈ હતી.