કુંભ 2019: કુંભમાં કામ કરીને મહિને કરો રૂપિયા 50,000ની કમાણી

13 January, 2019 07:36 PM IST  | 

કુંભ 2019: કુંભમાં કામ કરીને મહિને કરો રૂપિયા 50,000ની કમાણી

કુંભમાં કામ કરીને કરો કમાણી

વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારોહમાંનો એક એવો કુંભ મેળો પ્રયાગરાજમાં આયોજિત થઈ રહ્યો છે. કુંભ દર છ વર્ષે ભરાય છે. ઉત્તર પ્રદેશની સરકારે કુંભને 'દિવ્ય કુંભ, ભવ્ય કુંભ' ગણાવ્યો છે. 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. કુંભ મેળામાં મેનેજમેન્ટ અને કાર્યપ્રણાલી સાચવવા માટે ઉત્તર પ્રદેશની સરકારે યંગ પ્રોફેશનલ્સ પાસેથી અરજી મંગાવી છે. કુંભ 2019ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેના માટે પ્રોફેશનલ્સને કોન્ટ્રાક્ટ આધારે કામ અપાશે.

પદનું નામઃ યંગ પ્રોફેશનલ

પદની સંખ્યા

આ માટે કુલ 10 પદ ખાલી છે. આ યંગ પ્રોફેશનલ્સને 12 મહિનાના કોન્ટ્રાક્ટ આધારે હાયર કરાઈ રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

કેન્ડિડેટ્સે MBA/PGDM/MCAનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. ઈંગ્લિશ અને હિન્દી લખતા-બોલતા આવડવું જરૂરી છે. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

ઉંમર મર્યાદાઃ

ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ

પગાર


યંગ પ્રોફેશનલ્સને પ્રતિ માસ 50,000 રૂપિયા પગાર મળશે.

અરજી કરવાની અંતિમ તારીખ

અરજી કરવા માટે અંતિમ તારીખ 21 ફેબ્રુઆરી છે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. ઈચ્છુક ઉમેદવારો resume.kumbhald2019@gmail.com પર રિઝ્યુમ મોકલી શકે છે.

આ પણ વાંચોઃ કુંભમેળામાં જનારા શ્રદ્ધાળુઓ માટે રેલવે ૮૦૦ વિશેષ ટ્રેનો દોડાવશે

આવી હશે વર્ક પ્રોફાઈલ

સરકાર જુદા જુદા વિષયો જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ, ડેટા એનાલિસિસ, ફાયનાન્સ વગેરે ક્ષેત્રના પ્રોફેશનલ્સ લોકોને સોધી રહી છે. મેળા વિકાસ પ્રાધિકરણને કૉ ઓર્ડિનેશન, મેનેજમેન્ટ અને મોનિટરિંગ હેલ્પ માટે યંગ પ્રોફેશનલ્સની જરૂરી છે. તેમણે કુંભ મેળાનું ડેટા કલેક્શન અને ફંડ પ્લાનિંગ કરવામાં મદદ કરવાની રહેશે.