નાદારીના કેસમાં ૨૫ ટકાનો વધારો : કૅર રેટિંગનો અહેવાલ

22 February, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ક્વૉર્ટરમાં રિકવરી રેટ માત્ર ૩૦.૪ ટકા જ હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નાદારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૨ ક્વૉર્ટરમાં નાદારીના કેસોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો થયો હતો, જ્યારે પ્રક્રિયા દ્વારા દેવાની વસૂલાત આ સમયગાળા દરમ્યાન સૌથી નીચી ૨૩.૪૫ ટકા રહી હતી એમ એક વિશ્લેષણ દર્શાવે છે.

જ્યારે નાદારીની અરજીઓની સંખ્યામાં ભારે ૨૫ ટકાનો વધારો થયો છે ત્યારે નાણાકીય વર્ષ ૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધી એકંદરે રિકવરી રેટ માત્ર ૩૦.૪ ટકા હતો, જે સંચિત રિકવરી રેટ ડાઉનટ્રેન્ડ પર રહ્યો છે, જે ૨૦૨૨ના પહેલા ક્વૉર્ટરમાં ૪૩ ટકાથી ઘટીને ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં ૩૨.૯ ટકા રહ્યો હતો એમ કૅર રેટિંગ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા નાદારી બોર્ડના તાજેતરનાં આંકડાઓનું વિશ્લેણ છે.

જોકે ત્રીજા ક્વૉર્ટરની રિકવરી સૌથી નીચી ૨૩.૪૫ ટકા હતી, એમ તેણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: મોંઘવારીને નિયંત્રણમાં રાખવા સરકાર પગલાં લઈ રહી છે : સીતારમણ

ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં લગભગ ૬૨૦૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને એમાંથી ૨૬૯૨ નાણાકીય લેણદારો દ્વારા અને ૩૧૩૩ ઑપરેશનલ લેણદારો દ્વારા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કૉર્પોરેટ દેવાદારોનો હિસ્સો સમાન સમયગાળા દરમ્યાન સૌથી નાનો રહ્યો છે.

નાણાકીય લેણદારોએ કરેલા દાવાઓનું મૂલ્ય વાર્ષિક ધોરણે ૬,૮૪,૯૦૧ કરોડ રૂપિયાથી વધીને ૮,૩૦,૮૪૨.૯ કરોડ રૂપિયા થયું હતું અને લિક્વિડેશન મૂલ્ય ૧,૩૧,૪૪૭.૯ કરોડ રૂપિયાથી વધીને ૧,૪૩,૭૦૧.૬ કરોડ રૂપિયા થયું હતું. કુલ દાવાઓમાંથી, નાણાકીય લેણદારો ૨,૫૨,૬૦૨.૫ કરોડ રૂપિયા પર માત્ર ૩૦.૪ ટકા વસૂલ કરી શક્યા હતા.

business news commodity market Nirav Modi vijay mallya