જેટ સંકટઃ કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ઝુંબેશ

20 April, 2019 06:56 PM IST  |  મુંબઈ

જેટ સંકટઃ કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ઝુંબેશ

જેટના કર્મચારીઓને સોશિયલ મીડિયા કરી રહ્યું છે મદદ

જેટ એરવેઝ બંધ થતા તેના 22 હજાર કર્મચારીઓની રોજી રોટી છીનવાઈ છે. નોકરી જતી રહેતા કર્મચારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અનેક કર્મચારીઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા કર્મચારીઓની વ્હારે
આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા જેટના કર્મચારીઓની મદદે સોશિયલ મીડિયા આવ્યું છે. અનેક નાના મોટા કારોબારીઓ ટ્વિટ્ટરના માધ્યમથી તેમને નોકરી આપવાની ઑફર કરી રહ્યા છે. એરલાઈન્સના સ્ટાફને નોકરી આપવા માટે #Letshelpjetstaff.

સ્પાઈસ જેટએ આપી ઑફર

સ્પાઈસ જેટના CMD અજય સિંહ પણ જેટના કર્મચારીઓની વહારે આવ્યા છે. સ્પાઈસ જેટે 100 પાયલટ્સ, 200થી વધારે કેબિન ક્રૂ અને ટેક્નિકલ એરપોર્ટ સ્ટાફને નોકરી માટે ઑફર કરી છે.

આ પણ વાંચોઃ જેટ બંધ થતા આસમાને પહોંચેલા વિમાની ભાડાને કાબૂમાં લેવા પરિમલ નથવાણીની સરકારને અપીલ

સાથે જ અનેક પબ્લિશિંગ કંપનીના માલિક, PR અને મોડેલિંગ એજન્સીઓ પણ જેટના સ્ટાફને નોકરીની ઑફર કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ કંપનીઓ અને નવી કંપનીઓ પણ સોશિયલ મીડિયા પર તેમને નોકરી પર રાખવા માટે સંપર્ક કરી રહ્યા છે.