નાણામંત્રાલયે સંસદની પૂર્વ મંજૂરી વિના અતિરિક્ત ખર્ચ કર્યોઃ કૅગ

13 February, 2019 09:07 AM IST  | 

નાણામંત્રાલયે સંસદની પૂર્વ મંજૂરી વિના અતિરિક્ત ખર્ચ કર્યોઃ કૅગ

 નાણામંત્રાલયે ૨૦૧૭-’૧૮ દરમ્યાન જુદાં-જુદાં ર્શીષક હેઠળ સંસદની પૂવર્મં જૂરી વિના ૧૧૫૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો એમ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)એ સંસદમાં ગઈ કાલે રજૂ કરેલા કેન્દ્ર સરકારના ‘ફાઇનૅન્શિયલ ઑડિટ’ અહેવાલમાં જણાવ્યું હતું. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે નાણામંત્રાલયમાં નવી સર્વિસ કે સર્વિસના નવા ઇન્સ્ટ%મેન્ટ માટેનું યોગ્ય માળખું તૈયાર કર્યું નથી એને કારણે વધારાનો ખર્ચ થયો છે.

નાણામંત્રાલય હેઠળનો ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમિક અર્ફેસ ખર્ચમાં થયેલા વધારાની જોગવાઈ માટેની મંજૂરી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

માર્ગદર્શિકા મુજબ કોઈ પણ ખર્ચની ગ્રાન્ટ, સબસિડીઝ કે મોટા પાયાનાં કામકાજને કારણે નવી સર્વિસ કે સર્વિસના નવા ઈનસ્ટ્રુમેન્ટ જરૂર પડે છે અને એટલે એ માટે સંસદની પૂર્વમંજૂરી લેવી આવશ્યક બને છે એમ કૅગે અહેવાલમાં કહ્યું હતું. પબ્લિક અકાઉન્ટ્સ કમિટીએ પણ એના ૮૩મા અહેવાલમાં ગ્રાન્ટ્સ-ઇન-એઇડ અને સબસિડીઝની જોગવાઈઓમાં કરાયેલા વધારાના કિસ્સાઓની ગંભીર નોંધ લીધી છે અને કહ્યું છે કે આ ક્ષતિઓ બજેટના ક્ષતિપૂર્ણ અંદાજો અને મંત્રાલયો કે ડિપાર્ટમેન્ટો દ્વારા નાણાકીય નિયમોનું બરાબર પાલન થતું ન હોવાનું પરિણામ છે.

આ પણ વાંચોઃ કાચી ખાંડની મલેશિયામાં ૪૪ હજાર ટનની નિકાસ થશે

નાણામંત્રાલય બધાં મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ્સ પર નાણાકીય શિસ્ત લાદવા માટેનું અસરકારક મેકૅનિઝમ ઘડી કાઢે એ આવશ્યક છે જેથી વારંવાર આવું ન બને એમ કૅગે એના અહેવાલમાં જણાવ્યું છે.