ઑલરાઉન્ડ વેચવાલીમાં બજાર ૨૫૧ પૉઇન્ટ ગયું

13 December, 2014 06:58 AM IST  | 

ઑલરાઉન્ડ વેચવાલીમાં બજાર ૨૫૧ પૉઇન્ટ ગયું



શૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ


બજાર કરેક્શન મૂડમાં શુક્રવારે વધુ ૨૫૧ પૉઇન્ટની નરમાઈમાં ૨૭,૩૫૦ બંધ રહ્યું છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૭,૩૩૦ થયો હતો. ૫૦ દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ જે ૨૭,૪૫૭ છે એના કરતાં ઠીક-ઠીક નીચી છે. નિફ્ટી ૬૯ પૉઇન્ટની નબ્ળાઈમાં ૮૨૨૪ રહ્યો છે. નીચામાં આંક ૮૨૧૬ થયો હતો, જે ૮૨૧૨ની ૫૦ દિવસની મૂવિંગ એવરેજની સાવ નજીક કહી શકાય. કામકાજના પ્રથમ બે કલાક બાદ કરતાં બજારનો બાકીનો સમય માઇનસ ઝોનમાં પસાર થયો હતો. યુરોપ નરમ ઓપનિંગ બાદ એકથી દોઢ ટકો નીચે ચાલી જવાની અસર એક વાગ્યા પછી સ્પર વર્તાતી હતી અને ત્યાંથી અંત સુધીનો ગાળો લપસણની ચાલમાં હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૩ શૅર તેમ જ બજારના ૨૨ બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં હતા. વધેલા સાત શૅરમાં મારુતિ સુઝુકી ૧.૩ ટકા, ભારતી ઍરટેલ ૧.૨ ટકા, ઇન્ફી
એક ટકો તથા સનફાર્મા પોણા ટકાની સરસાઈમાં મુખ્ય હતા.


સેન્સેક્સની ૦.૯ ટકાની નરમાઈ સામે ઑઇલ-ગેસ ઇન્ડેક્સ ૨.૬ ટકા, રિયલ્ટી અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબ્લ્સ સવા બે ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, પાવર અને મેટલ ઇન્ડેક્સ દોઢ ટકાની નજીક ડાઉન હતા. ભ્ખ્શ્ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ નરમ હતો. સ્મૉલ-કૅપ દોઢ ટકો અને મિડ-કૅપ સવા ટકો ઘટેલા હતા. ૧૦માંથી ૭ શૅર માઇનસ હોવા છતાં ત્વ્ બેન્ચમાર્ક ૦.૪ ટકા ઘટયો હતો. હેવીવેઇટ ઇન્ફીનો એક ટકાનો સુધારો અહીં મોટો ભાગ ભજવી ગયો હતો. વ્ઘ્લ્ દોઢ ટકો તો વિપ્રો અડધો ટકો ઢીલા હતા.


માર્કેટબરેડ્થ ઘણી નેગેટિવ


માર્કેટ બરેડ્થ ખાસ્સી નકારાત્મક હતી. ૯૧૮ શૅર વધ્યા હતા. સામે બ્મણાથી વધુ ૧૯૯૧ કાઉન્ટર રેડ ઝોનમાં હતા. એ ગ્રુપના ૩૦૦ શૅરમાંથી એક શૅર પ્લસ હતો તો સામે ચાર શૅર ઘટયા હતા. બ્રોડર માર્કેટનો માપદંડ ગણાતા ગ્લ્ચ્-૫૦૦ ખાતે વધેલા શૅરની સંખ્યા ૫૦૦માંથી ૯૮ની હતી. ૨૨૮ જાતો તેજીની સર્કિટે, ૨૩૯ શૅર મંદીની સર્કિટમાં હતા. ભાવની રીતે ગ્લ્ચ્ ખાતે ૧૨૫ શૅર એક વાર કે એથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. બીજી તરફ ૯૫ શૅરમાં ઐતિહાસિક બોટમ બ્ની હતી. ઑટો શૅરના મુકાબ્લે ઑટો એન્સિલિયરી શૅરમાં નરમાઈ વધુ વ્યાપક હતી. અહીં ૨૫ શૅર વધ્યા હતા, ૭૦ જાતો નમર હતી. ટાયર-રબ્ર પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં ૨૨માંથી ૪ શૅર અપ હતા. ખાતર સેરરના ૧૭માંથી ૧૪ શૅર માઇનસ હતા. પાવર ક્ષેત્રે ૩૬ શૅરમાંથી ૩૪ શૅરના ભાવ ઘટેલા હતા. કન્સ્ટ્રક્શન- એન્જિનિયરિંગ સેરરમાં ૨૨ શૅર વધ્યા હતા તો ૬૫ કાઉન્ટર નરમ હતા. શિપિંગનો ૧૦માંથી એકમાત્ર શ્રેયસ શિપિંગ પાંચ ટકા વધીને ૧૮૮ રૂપિયા બંધ હતો. નવ શૅર નરમ હતા.


ચાઇનીઝ ડેટામાં મેટલ શૅર પીગળ્યા


નવેમ્બર માસના ચાઇનીઝ ડેટા મિશ્ર અને એકંદર અપેક્ષા કરતાં નબ્ળા આવ્યા છે. રીટેલ સેલ્સ અગાઉના મહિનાના ૧૧.૫ ટકાથી વધી ૧૧.૭ ટકાના દરે વધ્યું છે, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદૃર ઑક્ટોબ્રના ૭.૭ ટકા સામે ગયા મહિને ૭.૨ ટકા નોંધાયો છે. આની મેટલ શૅર પર માઠી અસર થઈ હતી. તાતા સ્ટીલ ૪ ટકાના કડાકામાં ૪૦૩ રૂપિયા, સેસા સ્ટરલાઇટ ૨.૯ ટકા ગગડી ૨૧૫ રૂપિયા અને હિન્દાલ્કો ૧.૪ ટકાના ઘટાડે ૧૫૩ રૂપિયાએ બંધ રહેતાં સેન્સેક્સને કુલ ૨૬ પૉઇન્ટની હાનિ થઈ હતી. સેઇલ અને થ્લ્ષ્ સ્ટીલ પોણા ટકાની આસપાસ, હિન્દ. કૉપર ૧.૪ ટકા, હિન્દ. ઝિંક ૧.૩ ટકા, ટીનપ્લેટ ૧.૩ ટકા, ગુજરાત ઇન્ટ%ક્સ ૪ ટકા, આશાપુરા માઈ ૪.૬ ટકા, GMDC ૧.૭ ટકા, મૈથન એલોયઝ પોણાત્રણ ટકા, ઓરિસા મિનરલ્સ સવાબે ટકા, VBC ફેરો ૪.૫ ટકા, MOIL પોણો ટકો, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ ૨.૩ ટકા, જિંદાલ સ્ટીલ ૨.૨ ટકા, મોનેટ ઇસ્પાત ૨.૭ ટકા ડાઉન હતા. તાતા મેટાલિક્સ અને તાતા સ્પોન્જ નરમ બજારમાં પણ ૧૧ ટકાની તેજીમાં બંધ હતા. રત્નમણિ મેટલ્સ ૫.૩ ટકા, ઓરિસા સ્પોન્જ પાંચ ટકા, મોનેટ ઇન્ડસ્ટ્રીઝ ૭ ટકા, ટેક્નોક્રેટ ૩ ટકા અપ હતા.


ઑઇલ-ગેસ ઇન્ડેક્સ ૮ માસના તળિયે

ક્રૂડમાં વૈશ્વિક કડાકાના પગલે ઘરઆંગણે ઑઇલ-ગેસ શૅરમાંય ખરાબી આગળ વધવા લાગી છે. BSEનો ઑઇલ-ગેસ ઇન્ડેક્સ ૨.૬ ટકા ગગડ્યો હતો. નીચામાં આ બેન્ચમાર્ક ૯૭૮૨ના આઠ મહિનાના તળિયે ગયો હતો. ભારત પેટ્રો સિવાયના નવ શૅર માઇનસમાં હતા. બ્ફ્ઞ્ઘ્ ૩.૬ ટકા તૂટીને ૩૩૭ રૂપિયા નીચે બંધ હતા, જે ૭ મે પછીની બોટમ છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૮૧ રૂપિયાની ૨૫ માર્ચ પછીની નીચી સપાટીએ જઈ છેલ્લે અઢી ટકાની નરમાઈમાં ૮૮૩ રૂપિયા હતો. આના લીધે બજારને સર્વાધિક ૪૫ પૉઇન્ટની હાનિ થઈ હતી. ONGCના ૩૦ પૉઇન્ટને ઉમેરીએ તો બજારને ૨૫૧ પૉઇન્ટની નબ્ળાઈમાં આ શૅરનું પ્રદાન ૭૫ પૉઇન્ટ હતું. ઑઇલ-ગેસ સેગમેન્ટમાં ઑઇલ ઇન્ડિયા ૩.૪ ટકા, હિન્દ. ઑઇલ એક્સ્પ્લોરેશન ૫.૯ ટકા, અબાન ઓફશોર ૪.૯ ટકા, કેઇન ઇન્ડિયા ૩.૫ ટકા, સેલાન એક્સ્પ્લોરેશન ૪ ટકા, ગેઇલ ૪.૫ ટકા, ડોલ્ફિન ઓફશોર પ.પ ટકા, આલ્ફાજીઓ ૩.૪ ટકા, ગુજરાત ગેસ ૧.૭ ટકા, જિંદાલ ડ્રિલિંગ ૨.૧ ટકા, પેટ્રોનેટ એક ટકો ડાઉન હતા. એકમાત્ર ઞ્લ્ભ્ન્ ૧ ટકો વધી ૧૦૭ રૂપિયા જેવો બંધ હતો. રીફાઇનરી સેરરમાં ભારત પેટ્રો ૦.૮ ટકા, પ્ય્ભ્ન્ ૩.૫ ટકા, એસ્સાર ઑઇલ સવાત્રણ ટકા, હિન્દ. પેટ્રો ૧.૪ ટકા, ત્બ્ઘ્ ૧.૧ ટકા હતા.


હેલ્થકૅર શૅરમાં સિલેક્ટિવ સુધારો


SME – IPOને બાદ કરતાં બજારને ૨૩ બેન્ચમાર્કમાંથી ૨૨ ઇન્ડેક્સ ગઈ કાલે ઘટેલા હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૭માંથી આઠ શૅરના સુધારામાં સુધારણા વધીને બંધ આવ્યો હતો. સરકાર તરફથી વધુ બાવન આવશ્યક દવાઓને ભાવઅંકુશ લાગુ પાડવાના પગલાની અસરમાં કેડિલા હેલ્થકેર ૨.૪ ટકા ઘટીને૧૫૮૦ રૂપિયા, સ્ટ્રાઇડ આર્કોલેબ્સ ૧.૭ ટકાની નરમાઈમાં ૯૨૬ રૂપિયા, પિરામલ  એન્ટરાઇસિસ પોણો ટકો ઘટી ૭૯૫ રૂપિયા હતા. સિપ્લા, બાયોકોન, દિવિસ લૅબ્ અને રેનબેક્સીમાં પરચૂરણ નરમાઈ હતી. સામે ટોરન્ટ ફાર્મા સાડાત્રણ ટકાના જમ્પમાં ૧૦૬૮ રૂપિયા, અરબિંદો ફાર્મા ૩.૧ ટકા ઊછળી ૧૧૫૮ રૂપિયા, ઞ્લ્ધ્ ફાર્મા બે ટકા વધી ૩૧૫૮ રૂપિયા બંધ હતા. ઇપ્કા લૅબ્ પોણાબે ટકા, લુપિન એક ટકો, સનફાર્મા પોણો ટકો, ગ્લેનમાર્ક ૦.૬ ટકા અપ હતા. વૉરર્‍ ૧૦૮૭ રૂપિયાની નવી ટૉપ બ્નાવી છેલ્લે અઢી રૂપિયાના સુધારામાં ૧૦૫૪ રૂપિયા રહ્યો હતો. ફાર્મા સેરરમાં ૪૧ શૅર વધ્યા હતા. સામે ૯૨ જાતો ઘટેલી હતી.


બેન્કેક્સની તુલનામાં બેન્ક શૅર વધુ ખરાબ્


સેન્સેક્સના ૦.૯ ટકાની સામે બેન્કેક્સનો ઘટાડો ૦.૫ ટકા જેવો જ હતો. જોકે વાસ્તવિક ચિત્ર અલગ હતું. બેન્કેક્સ ખાતે ઇન્ડસ ઇન્ડ બેન્ક અને ફેડલ બેન્કના નહિવત્ સુધારાને બાદ કરતાં બાકીના ૧૦ શૅર ડાઉન હતા. સમગ્ર બેન્કિંગ સેરરના ૪૧માંથી ૩૮ શૅર ઘટીને બંધ હતા. ઉપરના બે ઉપરાંત ત્રીજો વધેલો શૅર ING વૈશ્ય હતો પણ સુધારો નામ પૂરતો હતો. સામે બેન્ક ઑફ ઇન્ડિયા પોણાચાર ટકા, ઇન્ડિયન બેન્ક ૩.૩ ટકા, અલ્હાબાદ બેન્ક અને દેના બેન્ક ૨.૬ ટકા, યુનિયન બેન્ક તથા IOB અઢી ટકા, સ્ટાન્ચાર્ટ ૨.૪ ટકા, શ્ઘ્બ્ બેન્ક ૨.૩ ટકા નરમ હતા. પંજાબ્ સિંધ બેન્ક, DCB, OBC, IOB, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, સિન્ડિકેટ બેન્ક તેમ જ સ્ટેટ બેન્ક ઑફ બિકાનેર બેથી સવા બે ટકા ડૂબ્યા હતા. ૩૮માંથી ૨૭ શૅર એક ટકા કરતાં વધુની નરમાઈમાં હતા. ભ્લ્શ્ સેગમેન્ટના તમામ ૨૪ શૅર માઇનસમાં રહ્યા હતા.


શુગર શૅરમાં ઊભરો શમી ગયો


ઇથેનૉલના ભાવમાં સરકાર દ્વારા વધારાના પગલે ગુરુવારે શુગર શૅર માણમાં સારા એવા મીઠ બન્યા હતા. જોકે આ મીઠાશ ઝડપથી ગાયબ્ થઈ ગઈ છે. ગઈ કાલે કુલ ૩૭ શુગર શૅરમાંથી માત્ર પાંચ શૅર વધેલા હતા. તેમાં દાલમિયા શુગરને બાદ કરતાં બાકીના ૪ શૅર સવાથી ૪.૮ ટકા વધ્યા હતા, પરંતુ એમાંના એકેયનો બંધ ભાવ ૪.૧૧ રૂપિયાથી વધુ ન હતો! સામે પેરી શુગર ૯.૫ ટકા, ત્રિવેણી સવાઆઠ ટકા, અપર ગંગા ૭ ટકા, બજાજ હિન્દુસ્તાન ૬.૮ ટકા, શક્તિ શુગર ૬.૮ ટકા, ઔધ સુગર સાડા છ ટકા, થીરૂ અરૂણન-ધરણી- સિમ્ભોલી- દ્વારકેશ અને ઉત્તમ શુગર જેવા શૅર છ-છ ટકા કડવા બન્યા હતા. શ્રી રેણુકા શુગર ૪.૫ ટકા, બ્લરામપુર ચિની બે ટકા, EId પેરી બે ટકા, ધામપુર શુગર ૫.૮ ટકા, રાજશ્રી શુગર પાંચ ટકા નરમ હતા. ટી-કૉફી સેરરમાં ૪ શૅર પ્લસ હતા. ૧૭ શૅર નરમ હતા. તરાઇટી ૭ ટકા, BBTC સવાછ ટકા, ગુડરીક ૩ ટકા, મેકલિઓડ રસેલ ૨.૬ ટકા, તાતા ગ્લોબ્લ દોઢ ટકો, વોરન ટી એક ટકો નરમ હતા.


બજારની અંદર-બ્હાર


પેનાકા બાયોટેક દ્વારા કૅનેડિયન કંપની સામે વ્યૂહાત્મક જોડાણ થયાના અહેવાલે ભાવ ઉપરમાં ૧૭૪ રૂપિયા થઈ છેલ્લે ૪.૫ ટકાની મજબૂતીમાં ૧૬૧ રૂપિયા હતો.
તાતા મેટાલિક્સ ખરાબ્ બજારમાં ૧૦ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૫૧ રૂપિયા બ્તાવી અંતે ૧૦.૭ ટકાના ઉછાળે ૧૪૩ રૂપિયા હતો.
તાતા સ્પોન્જ ૧૦ ગણા કામકાજમાં ૬૭૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બ્નાવી છેલ્લે ૧૧.૪ ટકાના જમ્પમાં ૬૫૩ રૂપિયા હતો. ૨૫ જુલાઈના રોજ શૅર ૧૨૦૩ રૂપિયાની વિક્રમી સપાટીએ હતો.
શ્ભ્ન્ લિમિટેડ અઢી ગણા વૉલ્યુમે ૪.૩ ટકા ઘટીને ૩૦૯ રૂપિયા નીચે બંધ હતો.
બાયોસાયન્સ ૧૦૫ રૂપિયા કે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૬૩૧ રૂપિયા બંધ હતો.
જેટ ઍરવેઝ ગુરુવારે ૪૫૮રૂપિયાની મલ્ટિયર ટૉપ બાદ નફારૂપી વેચવાલી આગળ વધતાં ગઈ કાલે નવ ટકા ઘટીને ૪૦૨ રૂપિયા બંધ હતો.
KIC મેટાલિક્સ માંડ ૪૦૦ શૅરના કામકાજમાં ૯.૩ ટકા ગગડી ૩૪૦ રૂપિયા હતો. ૧૩ નવેમ્બરના રોજ આ શૅર ૪૬૨ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.