ચોખામાં મંદી : બાસમતીના ભાવ ગયા વર્ષની તુલનાએ ૪૦ ટકા નીચા

03 December, 2014 05:09 AM IST  | 

ચોખામાં મંદી : બાસમતીના ભાવ ગયા વર્ષની તુલનાએ ૪૦ ટકા નીચા



કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

પરંતુ નૉન-બાસમતી ચોખામાં પણ છેલ્લા પંદર દિવસમાં કડાકો બોલી ગયો છે. ટ્રેડરો કહે છે કે ભાવમાં હવે મોટી મંદી નથી, પરંતુ ખાનાર વર્ગ માટે અત્યારે ખરીદીની તક છે.બાસમતી ચોખાના ભાવ ગત વર્ષની તુલનાએ સરેરાશ ૪૦થી ૪૫ ટકા નીચા ક્વોટ થઈ રહ્યા છે. ગત વર્ષે બ્રૅન્ડવાળા બાસમતી ચોખાના ભાવ સરેરાશ પ્રતિ કિલો ૧૨૮થી ૧૩૫ રૂપિયાની વચ્ચે હતા જે ચાલુ વર્ષે ૮૦થી ૯૫ રૂપિયાની રેન્જમાં છે. આમ કિલોએ ૪૦થી ૪૫ રૂપિયાનો ઘટાડો થયો છે. એ જ રીતે પારબૉઇલ્ડ ૧૧૨૧ બાસમતીના ભાવ ૮૦થી ૮૯ રૂપિયા હતા જે આવર્ષે ૪૫ રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે પૂસા ૧૧૨૧ બાસમતી ચોખાના ભાવ ગત વર્ષે ૬૦ રૂપિયા હતા જે આ વર્ષે ૩૮ રૂપિયા પ્રતિ કિલો ક્વોટ થઈ રહ્યા છે.