ભારતમાં પહેલી જ વાર બિઝનેસતરફી વડાપ્રધાન આવ્યા

25 November, 2014 05:12 AM IST  | 

ભારતમાં પહેલી જ વાર બિઝનેસતરફી વડાપ્રધાન આવ્યા



કૅનેડાના વૉરન બફેટ કહેવાતા મૂળ ભારતીય પ્રેમ વત્સે ભારતના નવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પોતે પ્રભાવિત થયા હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારતમાં ૬૭ વર્ષમાં પહેલી વાર બિઝનેસતરફી વડા પ્રધાન આવ્યા છે. તેઓ ગુજરાતમાં સિદ્ધિઓ હાંસલ કરી આવ્યા છે તથા ભ્રક્ટ નથી. તેઓ દેશ માટે જે સારું છે એ બાબતો પર ધ્યાન કેન્દ્રિતકરી રહ્યા છે અને દેશ માટે ભરપૂર મહત્વાકાંક્ષાઓ ધરાવે છે.’

હૈદરાબાદમાં જન્મેલા અને ફેરફેક્સ ફાઇનૅન્શિયલ હોલ્ડિંગ્સના ચૅરમૅન અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પ્રેમ વત્સે ભારતમાં એક અબજ ડૉલરના પ્રારંભિક ભંડોળ સાથેનું વેપારી સાહસ કરવાનો નર્ણિય લીધો છે. તેમણે મોદી વિશે વધુમાં કહ્યું છે કે ‘ગુજરાતમાં ઘણું કરીને આવેલી વ્યક્તિને રાષ્ટ્રીય સ્તરે અમર્યાદ તક મળી રહેશે. આવી ગુણવત્તા અને આવડતો ધરાવતો માણસ દેશનો વડા પ્રધાન છે એ ભારતનું નસીબ કહેવાય. દેશને ક્યારેક જ આવા નેતા મળતા હોય છે. ભારત ફરી એક વાર અનેક સંભાવનાઓ ધરાવતો દેશ બની જશે અને એ સ્થિતિ દરેક માટે સારી રહેશે. આજની તારીખે ભારત જેટલી સંભાવના ધરાવતા ઘણા ઓછા દેશ છે.’

૬૪ વર્ષના પ્રેમ વત્સ ભારતમાં પોતાના સાહસ માટે એક કંપની સ્થાપી રહ્યા છે અને એના મારફત તેઓ અનાજના સંગ્રહની સુવિધાઓ સહિતનાં ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છે છે. એક પ્રfનના જવાબમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ભરપૂર શક્યતાઓ રહેલી છે અને અમે એમાં પ્રવેશ કરવાનો વિચાર કરીશું. કૅનેડામાં ૧૯૮૫માં પ્રેમ વત્સે સ્થાપેલી ફેરફેક્સ કંપની વીમા તથા રોકાણનું કામકાજ કરે છે. એણે ભારતની ICICI લૉમ્બાર્ડ, થૉમસ કુક, IKળ્A અને સ્ટર્લિંગ રિસૉટ્ર્સ સહિતની કંપનીઓ તથા અન્યત્ર કુલ આશરે ૨૭ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. ભારતમાં ફેરબ્રિજ નામની કંપની મારફત આ રોકાણ કરવામાં આવ્યું છે. IIT મદ્રાસમાં ભણેલા પ્રેમ વત્સે કહ્યું છે કે ‘ફૂ-કૉમર્સ પણ ભારતમાં વધશે. જોકે આ બિઝનેસ મને સમજાતો નથી. ક્યારેક એમાં વિચિત્ર વૅલ્યુએશન્સ થાય છે.’ તેઓ શુક્રવારે નરેન્દ્ર મોદીને અડધો કલાક માટે મળ્યા હતા.