સ્ટ્રૉન્ગ ફિઝિકલ ડિમાન્ડથી સોનામાં સતત બીજે સપ્તાહે ઉછાળો

13 December, 2014 07:01 AM IST  | 

સ્ટ્રૉન્ગ ફિઝિકલ ડિમાન્ડથી સોનામાં સતત બીજે સપ્તાહે ઉછાળો




બુલિયન બુલેટિન- મયૂર મહેતા


ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ના હોલ્ડિંગમાં સતત ત્રણ દિવસથી થઈ રહેલો વધારો અને ચીનના શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં વૉલ્યુમ ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટયા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહના આરંભે સેફ હેવન ડિમાન્ડ સ્ટ્રૉન્ગ રહેતાં સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત બીજે સપ્તાહે ઊછળ્યું હતું. ચાલુ સપ્તાહે સોનામાં ૨.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી બુલિશ ઇકૉનૉમિક ડેટા અને રશિયાએ ગોલ્ડ રિઝવર્‍ ઘટાડતાં સોનું સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા બે દિવસથી ઘટી રહ્યું હતું, પણ સ્ટ્રૉન્ગ ફિઝિકલ ડિમાન્ડને ટેકો મળતાં સોનું ફરી સુધર્યું હતું.


પ્રાઇસ મૂવમેન્ટ


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ ધીમી ગતિએ ઘટતો રહ્યો હતો. કોમેક્સ ગોલ્ડ બેન્ચમાર્ક ફેબ્રુઆરી કૉન્ટ્રૅર ઓવરનાઇટ ૩.૮૦ ડૉલર ઘટીને ૧૨૨૫.૬૦ ડૉલર સેટલ થયો હતો. ડૉલરની મજબૂતી અને ક્રૂડ તેલની મંદીને પગલે શુક્રવારે સવારે સોનાનો ભાવ ૧૨૨૪.૯૦ ડૉલર ખૂલ્યા બાદ એક તબ્ક્કે ઘટીને ૧૨૧૯.૫૦ ડૉલર થયો હતો, પણ ત્યાર બાદ ધીમી ગતિએ સુધર્યો હતો. ચાંદીનો ભાવ શુક્રવારે સવારે ૧૭.૦૪ ડૉલર ખૂલ્યા બાદ ઘટીને એક તબ્ક્કે ૧૬.૯૮ ડૉલર થયા બાદ આખો દિવસ સુધર્યો હતો. પ્લૅટિનમ ૧૨૩૮.૭૦ ડૉલર ખૂલ્યા બાદ ઘટીને ૧૨૩૩.૨૫ ડૉલર થયા બાદ સુધારો જોવા મળ્યો હતો. પેલેડિયમ શુક્રવારે ૮૧૫.૨૫ ડૉલર ખૂલ્યા બાદ ઘટીને ૮૧૨ ડૉલર થયા બાદ એમાં સુધારો જોવા મળ્યો હતો.


અમેરિકન ડેટા  સ્ટ્રૉન્ગ

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા ફરી એક વખત વધુ સ્ટ્રૉન્ગ આવતાં ડૉલરની મજબૂતી વધી હતી. નવેમ્બરના રીટેલ સેલ્સ ડેટા આગલા મહિનાથી ૦.૭ ટકા અને ગયા વર્ષના નવેમ્બરથી ૫.૧ ટકા વધીને આવ્યા હતા. જૉબ્લેસ ક્લેમ ગયા સપ્તાહે ૩ હજાર ઘટીને ૨.૯૪ લાખ  થયા હતા. ઈમ્પોર્ટ પ્રાઇસનો ઇન્ડેક્સ નવેમ્બરમાં ૨.૩ ટકા અને એક્સર્પોટ પ્રાઇસ એક ટકા ઘટયા હતા. સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને પગલે અમેરિકી ગવર્નમેન્ટે મૉર્ગેજ રૂલ્સ ટાઇટ કરતાં નવેમ્બરમાં હોમલોન ઍપ્લિકેશનમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી સ્ટ્રૉન્ગ ડેટા ઉપરાંત ક્રૂડ તેલના ભાવ ચાલુ સપ્તાહે આઠ ટકા ઘટતાં સોનું પણ ચાલુ સપ્તાહે ૨.૮ ટકા ઘટયુ હતું. અમેરિકી સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને પગલે ઇક્વિટી માર્કેટ છેલ્લા પાંચ દિવસમાં પ્રથમ વખત સુધર્યું હતું. અમેરિકી ઇકૉનૉમીની સ્ટ્રૉન્ગનેશ અને ક્રૂડ તેલની મંદી જો આગળ વધશેતો સોનામાં વધુ મંદી થશે.


રશિયાનું ગોલ્ડ સેલ


રશિયાએ આશ્ચર્યજનક રીતે ગોલ્ડ સેલ કરવાનો નિર્ણય લઈ ૨૮ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર વચ્ચે ૪.૩ અબ્જ ડૉલરનું ગોલ્ડ એની રિઝર્વમાંથી ઓછું કર્યું હોવાનો રિપોર્ટ લોકલ એજન્સીએ આપ્યો હતો. રશિયા ૨૦૧૪ના આરંભથી ગોલ્ડ રિઝવર્‍ સતત વધારી રહ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ત્રીજા ક્વાર્ટરમાં રશિયાએ ગોલ્ડ રિઝવર્‍ ૯૩ ટન વધારી હતી. રશિયન ઇકૉનૉમી ક્રૂડ તેલ-ગૅસના સતત ઘટતા ભાવ અને અમેરિકા-યુરોપના આર્થિક પ્રતિબંધને કારણે સતત ગબ્ડી રહી છે. રશિયન કરન્સી રૂબ્લ અમેરિકી ડૉલર સામે છેલ્લા એક વર્ષમાં ૪૦ ટકાથી વધુ ગગડી ગયો હતો. રશિયાએ બે દિવસ અગાઉ ઇન્ટરેસ્ટ રેટ ૯.૫ ટકાથી વધારીને ૧૦.૫ ટકા કર્યો હતો કારણ કે ઇન્ફલેશન કાબૂ બ્હાર વધીને ૯.૧ ટકાએ પહોંચ્યો હતો. રશિયા હાલ ગોલ્ડ રિઝવર્‍ ધરાવવામાં વિશ્વમાં છઠ્ઠો ક્રમ ધરાવે છે. રશિયાના કુલ બ્જેટમાં ક્રૂડ તેલ-ગૅસના સેલની ઇન્કમનો હિસ્સો ૪૫ ટકા હોવાથી આવનારા દિવસોમાં જો રશિયા વધુ ગોલ્ડ રિઝવર્‍ ઓછી કરશે તો ગોલ્ડમાં મંદીના સંજોગો વધશે.  


ગવર્નમેન્ટ ક્લેરિફિકેશનના અભાવે ડિસેમ્બરમાં ઈમ્પોર્ટ ઘટશે


સોનાની ઈમ્પોર્ટ માટેના ૮૦:૨૦ રૂલ્સ રદ કરવાની ગયા સપ્તાહે સરકારે જાહેરાત કર્યા બાદ રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા કે કસ્ટમ દ્વારા આ રૂલ્સ વિશેનું નોટિફિકેશન કે જરૂરી સ્પરતા ડિક્લેર થઈ ન હોવાથી સોનાના ઈમ્પોર્ટરો હાલ કફોડી હાલતમાં મુકાયા છે. ટ્રેડના અગ્રણીઓ ડિસેમ્બરમાં સોનાની ઈમ્પોર્ટ સાવ ઓછી થવાની ધારણા મૂકી રહ્યા છે. આમેય છેલ્લા ત્રણ મહિનાથી ભારતની સોનાની ઈમ્પોર્ટ ૧૦૦ ટનથી ઉપર થઈ હોવાથી માર્કેટમાં હાલ સોનાનો પર્યાપ્ત જથ્થો હોવાનું ટ્રેડ અગ્રણીઓ કહી રહ્યા છે. આમેય દિવાળી પછીની લગ્નગાળાની મોટા ભાગની ખરીદી પૂરી થઈ ચૂકી છે. ભારતમાં સોનાનું પ્રીમિયમ પણ ઘટીને લંડનના ભાવ પર બે ડૉલર બોલાઈ રહ્યું છે, જે ગયા સપ્તાહે ૪થી ૬ ડૉલર બોલાઈ રહ્યું હતું.


ભાવ-તાલ


સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૪૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૮૯૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૮,૭૮૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)