ક્રૂડ તેલ ફરી પાંચ વર્ષના તળિયે પહોંચતાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

12 December, 2014 07:16 AM IST  | 

ક્રૂડ તેલ ફરી પાંચ વર્ષના તળિયે પહોંચતાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો



ક્રૂડ તેલના ભાવ પાંચ વર્ષના તળિયે પહોંચતાં ઇન્ફ્લેશન ઘટવાની ધારણાએ સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૬થી ૧૮ ડૉલર ઘટuા હતા. વળી શ્ફ્ (યુનાઇટેડ નેશન્સ)એ અમેરિકા અને વર્લ્ડના ઇકૉનૉમિક ગ્રોથ પ્રોસ્પેક્ટસ બુલિશ રજૂ કરતાં લૉન્ગ ટર્મ સોનામાં મંદીના સંજોગો વધ્યા હતા. વળી અમેરિકાના નવેમ્બરના રીટેલ સેલ્સના ડેટા મજબૂત આવવાની ધારણાએ ડૉલર મજબૂત બનતાં સોનામાં તેજી નહોતી ટકી શકી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ ઊંચા મથાળેથી એકધારો ઘટતો રહ્યો હતો. કૉમેક્સ ગોલ્ડ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ ૦.૨ ટકા ઘટીને ૧૨૨૯.૪૦ ડૉલરે સેટલ થયો હતો. સ્પૉટ માર્કેટમાં સોનું બુધવારે ૧૨૨૬.૩૧ ડૉલર છેલ્લે હતું જે ગુરુવારે સવારે ૦.૩ ટકા ઘટીને ૧૨૨૩.૬૪ ડૉલર ખૂલ્યું હતું. દિવસ દરમ્યાન સોનાએ સતત ઘટીને ૧૨૨૦ ડૉલરની સપાટી તોડી હતી. બે દિવસ અગાઉ સોનું સ્પૉટમાં સાત સપ્તાહની ઊંચી સપાટીએ ૧૨૩૮.૩૨ ડૉલર સુધી પહોંચ્યું હતું. ચાંદીના ભાવ સ્પૉટમાં ગુરુવારે ૧૭.૦૭ ડૉલર ખૂલ્યા બાદ સતત ઘટતા રહીને ૧૭ ડૉલરની સપાટી તોડીને નીચે ગયા હતા. ત્યાર બાદ સતત ઘટતા રહ્યા હતા. પ્લૅટિનમનો ભાવ ૧૨૪૪.૯૫ ડૉલર ખૂલ્યા બાદ સતત ઘટતો રહ્યો હતો. પેલેડિયમનો ભાવ ૮૧૪.૭૫ ડૉલર ખૂલ્યા બાદ સતત ઘટતો રહ્યો હતો.

ક્રૂડ તેલની મંદીની અસર

સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા બે દિવસથી ક્રૂડ તેલની મંદીને કારણે ઘટી રહ્યો છે. ક્રૂડ તેલની મંદી વિશ્વમાં ઇન્ફ્લેશન પ્રોસ્પેક્ટસને નબળાં પાડી રહ્યું હોવાથી સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બને છે. ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)એ ૨૦૧૫માં વિશ્વમાં ક્રૂડ તેલની માગ છેલ્લાં ૧૦ વર્ષની નીચી સપાટીએ પહોંચવાની આગાહી અને ઈરાને ક્રૂડ તેલના ભાવ ઘટીને ૪૦ ડૉલર થવાની આગાહી કરતાં ન્યુ યૉર્ક અને લંડનમાં ક્રૂડ તેલના  ભાવ પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૨૦૧૪ની ઊંચી સપાટીથી ક્રૂડ તેલના ભાવ ૪૦ ટકા ઘટી ગયા હતા. અત્યારે અમેરિકાનું ક્રૂડ તેલ ઉત્પાદન ઐતિહાસિક ઊંચી સપાટીએ પ્રતિ દિવસનું ૧૬૩ લાખ બેરલનું થઈ રહ્યું હોવાથી આવનારા દિવસોમાં ક્રૂડ તેલના ભાવ વધુ ઘટવાની ધારણા ઍનલિસ્ટો રાખી રહ્યા છે.

ઇકૉનૉમિક ગ્રોથ પ્રોસ્પેક્ટસ

અમેરિકાની ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ થતી જતી હોવાથી વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ આવતાં બે વર્ષ સુધી વધતો રહેવાની આગાહી શ્ફ્એ કરી હતી. શ્ફ્ના રિપોટ અનુસાર ૨૦૧૪માં વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ ૨.૬ ટકા રહ્યો હોવાની સામે ૨૦૧૫માં ૩.૧ ટકા અને ૨૦૧૬માં ૩.૩ ટકા રહેશે. યુરો ઝોન, જપાન, ચીન અને રશિયાનો ઇકૉનૉમિક ગ્રોથ આવતાં બે વર્ષ દરમ્યાન નબળો રહેવાની ધારણા મુકાઈ હતી. યુરો ઝોન ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૧૫માં ૧.૭ ટકા અને ૨૦૧૬માં બે ટકા, જ્યારે જપાનનો ૨૦૧૫માં ૧.૨ ટકા અને ૨૦૧૬માં ૧.૧ ટકા, ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૧૫માં ૭ ટકા અને ૨૦૧૬માં ૬.૮ ટકા તેમ જ ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૧૫માં ૫.૯ ટકા અને ૨૦૧૬માં ૬.૩ ટકા રહેવાની આગાહી કરાઈ હતી. અમેરિકાનો ગ્રોથ ૨૦૧૫માં ૨.૮ ટકા અને ૨૦૧૬માં ૩.૧ ટકા રહેવાની ધારણા હોવાથી સોનાની તેજી માટે ઇકૉનૉમિક ગ્રોથ પિક્ચર બહુ પૉઝિટિવ નથી.

ભારતમાં નવેમ્બરની ગોલ્ડ ઈમ્પોટ વિશે મતમતાંતર

ભારતમાં ગવર્નમેન્ટનું સ્ટેટિસ્ટિકલ મેકૅનિઝમ નબળું હોવાથી નવેમ્બરમાં ગોલ્ડ ઈમ્પોટ ફિગર વિશે ભારે મતમતાંતર પ્રવર્તે છે. ફાઇનૅન્સ મિનિસ્ટ્રીના સિનિયર ઑફિસર મીડિયા સમક્ષ નવેમ્બરમાં ૨૦૦ ટન ગોલ્ડની ઈમ્પોટ થયાનું કહી રહ્યા છે, જ્યારે ટ્રેડ ર્સોસ નવેમ્બરમાં ૧૦૦થી ૧૨૫ ટન ગોલ્ડની ઈમ્પોટ થયાનું કહી રહ્યા છે. સ્કોટિયા બૅન્કના MD (મૅનેજિંગ ડિરેક્ટર)ના મતે નવેમ્બરમાં ગોલ્ડ ઈમ્પોટમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઑક્ટોબરમાં ૧૨૦ ટન અને સપ્ટેમ્બરમાં ભારતમાં ૯૫ ટન ગોલ્ડ ઈમ્પોટ નોંધાઈ હતી. ટ્રેડ-એક્સપર્ટના મતે નવેમ્બરમાં ૪થી ૪.૫ અબજ ડૉલરની ગોલ્ડ ઈમ્પોટ થઈ હતી જે ફિગર અનુસાર ૧૦૦થી ૧૨૫ ટનની ઈમ્પોટ હોવી જોઈએ. ઓવરઑલ ૨૦૧૪માં ભારતની ગોલ્ડ ઈમ્પોટ અગાઉના ૨૦૧૩ના વર્ષના ૮૨૫ ટન કરતાં ઓછી રહેવાની ધારણા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૨૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૮૭૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૮,૫૫૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)