મહારાષ્ટ્ર સરકારે કપાસમાં ક્વિન્ટલે ૬૦૦ રૂપિયા બોનસ જાહેર કર્યું

07 December, 2014 07:38 AM IST  | 

મહારાષ્ટ્ર સરકારે કપાસમાં ક્વિન્ટલે ૬૦૦ રૂપિયા બોનસ જાહેર કર્યું


કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા

ચીને રૂની આયાત ઘટાડી દેતાં સમગ્ર દેશના કપાસના ખેડૂતો દ્વારા મિનિમમ સર્પોટ પ્રાઇસ વધારવા સરકાર પર દબાણ વધી રહ્યું છે. દેશમાં ગુજરાત પછીનું મહારાષ્ટ્ર કપાસ-રૂનું ઉત્પાદન કરતું બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે. દેશમાં ૪ કરોડ ગાંસડી રૂના ઉત્પાદનમાંથી ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં ૮૫ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ મૂક્યો હતો. મહારાષ્ટ્રમાં કપાસના ખેડૂતો પર બોનસ જાહેર થતાં અન્ય રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર પર બોનસ વધારવા માટેનું દબાણ લોકલ કૃષિ સંગઠનો દ્વારા વધશે.

મહારાષ્ટ્રમાં મીલીબગને કારણે ૨૬,૫૦૦ હેકર કપાસને નુકસાન

મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં કપાસના ઊભા પાકમાં મીલીબગને કારણે ૨૬,૫૦૦ હેકર કપાસને નુકસાન થયું હોવાનું કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં જળગાવ જિલ્લાના અમાલનેર, પારોલા અને ચોપરા તાલુકામાં કુલ ૧૮ હજાર હેકરમાં મીલીબગને કારણે કપાસને અસર થઈ છે. જ્યારે ધુળેમાં ૮૫૬૦ હેકરમાં ઊભા પાકને અસર થઈ છે. મહારાષ્ટ્રના કુલ વાવેતર વિસ્તારમાં આ હિસ્સો ૩.૭૪ ટકા થાય છે. મહારાષ્ટ્રની સરકારે આ વિશે કપાસના બગાડને રોકવા માટે કેન્દ્ર સરકાર પાસે સહાયની માગ કરી હતી.