સરકારે ઈ-કોમર્સ કંપનીઓ માટે નિયમ કર્યા કડક

27 December, 2018 08:38 AM IST  | 

સરકારે ઈ-કોમર્સ કંપનીઓ માટે નિયમ કર્યા કડક

કેન્દ્ર સરકારે નિયમો કર્યા કડક

કેન્દ્ર સરકારે ફ્લીપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓ માટે કેટલાક નિયમ વધુ કડક બનાવ્યા છે. આ કંપનીઓ પર એવી પ્રોડક્ટ્સ વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે, જેમાં તેઓ ભાગીદાર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઈ કૉમર્સ કંપનીઓની સ્પેશિયલ પ્રોડક્ટ્સને પોતાના જ પ્લેટફોર્મ પર વેચવાની મનાઈ ફરમાવી દીધી છે.

મંત્રાયલે કહ્યું,'એવી કોઈ પણ સંસ્થા જેના પર ઈ કોમર્સ કંપની કે તેમના જૂથની કોઈ કંપનીનું નિયંત્રણ હોય કે પછી તેમના ગોડાઉનમાં ઈ કોમર્સ કંપની કે તેમના જૂથની કંપનીની ભાગીદારી હોય તે સંસ્થા સંબંધિત ઓનલાઈન માર્કેટ પ્લેસ દ્વારા પોતાની પ્રોડક્ટ નહીં વેચી શકે.' એક નોટિફિકેશનમાં કહેવાયું, 'માર્કેટ પ્લેસની ગ્રુપ કંપનીઓ તરફથી ગ્રાહકોને અપાતા કેશ બેક ભેદભાવ રહિત અને યોગ્ય હોવા જોઈએ.'

આ નોટિફિકેશનમાં એ પણ ઉલ્લેખ છે કે આ કંપનીઓએ દર વર્ષે 30 સ્પટેમ્બર સુધી પાછલા નાણાકીય વર્ષ માટે દિશા નિર્દેશના પાલનનું સમર્થન કરવાથી લઈને વિધિવત નિયુક્ત કરેલા ઓડિટરના રિપોર્ટ સાથે પ્રમાણ પત્ર રિઝર્વ બેન્કમાં જમા કરાવવું પડશે. આ નવા નિયમો ફેબ્રુઆરી 2019થી લાગુ થશે.

ઈ કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા ડિસ્કાઉન્ટ વિરુદ્ધ નાના વેપારીઓની ફરિયાદ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ ધરાવતી કંપનીઓમાં 100 ટકા FDIને છૂટ આપી છે, પરંતુ તેઓ માલનો સ્ટોક કરીને પોતાના પ્લેટફોર્મ પર વેચાણ નહીં કરી શકે.

news