રેમિટન્સ સ્કીમમાં બિઝનેસ અર્થેની મુલાકાતના ખર્ચનો સમાવેશ નહીં થાય

20 May, 2023 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાં મંત્રાલય દ્વારા એલઆરએસ પર જારી કરવામાં આવેલા એફએક્યુના સમૂહમાં આ અંગેની સ્પષ્ટતા આપવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વ્યવસાયિક-બિઝનેસ મુલાકાત પર કર્મચારી દ્વારા કરવામાં આવેલો ખર્ચ એમ્પ્લૉયર દ્વારા ઉઠાવવામાં આવે તો એને આરબીઆઇની ઉદારકૃત રેમિટન્સ યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં.

નાણાં મંત્રાલય દ્વારા એલઆરએસ (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) પર જારી કરવામાં આવેલા એફએક્યુના સમૂહમાં આ અંગેની સ્પષ્ટતા આપવામાં આવી હતી.

‘જ્યારે કોઈ કર્મચારીને ઉપરોક્ત કોઈ પણ (વ્યવસાયિક મુલાકાત) માટે એન્ટિટી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને બાદમાં ખર્ચો તેમના દ્વારા ઉઠાવવામાં આવે છે ત્યારે આવા ખર્ચને રેમિટન્સ સ્કીમ બહારના શેષ ચાલુ ખાતાના વ્યવહારો તરીકે ગણવામાં આવશે અને અધિકૃત દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે. કોઈ પણ મર્યાદા વિના, વ્યવહારની સાચી ખાતરીને ચકાસવાને આધીન આ છૂટ મળશે એમ મંત્રાલયે જણાવ્યું હતું.

રેમિટન્સ સ્કીમ હેઠળ વ્યક્તિને વાર્ષિક ૨.૫ લાખ ડૉલર સુધી વિદેશમાં મોકલવાની પરવાનગી છે. આ થ્રેશોલ્ડથી ઉપરની વ્યક્તિ દ્વારા કોઈ પણ રેમિટન્સ માટે આરબીઆઇની મંજૂરીની જરૂર પડશે અને એના ઉપર જુલાઈથી પાંચ ટકાને બદલે ૨૦ ટકા ટીસીએસ લાગુ પડશે.

ગ્લોબલ કાર્ડ‍્સ પર સાત લાખ રૂપિયાના ખર્ચ પર ટીસીએસ નહીં લાગે

સરકારે કહ્યું હતું કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીના આંતરરાષ્ટ્રીય ખર્ચ પર કોઈ ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (ટીસીએસ) વસૂલવામાં આવશે નહીં.
લોકોના વિશાળ વર્ગના વિરોધનો સામનો કરતાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ લિબરલાઇઝ્ડ્ રેમિટન્સ સ્કીમ અને ટીસીએસના સંદર્ભમાં પ્રક્રિયાગત અસ્પષ્ટતાને દૂર કરવાનો

મંત્રાલયના આ સપ્તાહની શરૂઆતમાં આરબીઆઇની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચ લાવવાના નિર્ણય અને એના પરિણામે ૨૦ ટકા ટીસીએસની વસૂલાતને નિષ્ણાતો અને હિતધારકો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ મળી છે.

કોઈ પણ પ્રક્રિયાગત અસ્પષ્ટતાને ટાળવા માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા તેમના આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને નાણાકીય વર્ષદીઠ સાત લાખ રૂપિયા સુધીની કોઈ પણ ચુકવણીને રેમિટન્સ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવશે અને એથી એ કોઈ પણ ટીસીએસને આકર્ષિત કરશે નહીં એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

business news reserve bank of india