પાર્ટિસિપેટરી નોટ્સ મારફત માર્ચના અંતે ૭૮,૧૧૦ કરોડનું મૂડીરોકાણ થયું

18 April, 2019 10:22 AM IST  | 

પાર્ટિસિપેટરી નોટ્સ મારફત માર્ચના અંતે ૭૮,૧૧૦ કરોડનું મૂડીરોકાણ થયું

Image courtesy: Newsclick.in

દેશના ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ અને ડેટ બજારમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પાર્ટિસિપેટરી નોટ્સ દ્વારા કરવામાં આવેલું મૂડીરોકાણ વધીને ૭૮,૧૧૦ કરોડ રૂપિયા થયું છે જે ફેબ્રુઆરીના અંતે ૭૩,૪૨૮ કરોડ રૂપિયા હતું એમ સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં જણાવાયું હતું.

પાર્ટિસિપેટરી નોટ્સ દ્વારા કરાયેલા મૂડીરોકાણમાં થયેલો વધારો ફૉરેન ર્પોટફોલિયો ઇન્વેસ્ટર્સના ચોખ્ખા મૂડીરોકાણના પ્રવાહમાં થયેલા વધારાને સુસંગત છે. ફૉરેન ર્પોટફોલિયો ઇન્વેસ્ટર્સનું રોકાણ ફેબ્રુઆરીના ૧૩,૫૦૦ કરોડથી વધીને માર્ચમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયા થયું હતું એમ જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસના વડા વિનોદ નાયરે કહ્યું હતું.

માર્ચના અંત સુધીમાં ઇક્વિટીઝમાં પાર્ટિસિપેટરી નોટ્સ દ્વારા કરાયેલા મૂડીરોકાણમાં ૫૬,૨૮૮ કરોડનો હિસ્સો ઇક્વિટીઝમાં, ૨૦,૯૯૯ કરોડનો હિસ્સો ડેટમાં અને ૧૧૯ કરોડ રૂપિયાનો હિસ્સો ડેરિવેટિવ્ઝમાં કરાયેલા રોકાણનો રહ્યો હતો.

ગ્લોબલ બૉન્ડ્સ પરનું વળતર ઘટ્યું છે અને મધ્યસ્થ બૅન્કો દ્વારા પ્રવાહિતા વધારવામાં આવી હોવાથી દેશના ઇક્વિટી બજારમાં જોખમ લેવાની વૃત્તિ વધી છે એમ નાયરે કહ્યું હતું.

news