ભારતે સોનાની ડિમાન્ડમાં ચીનને પાછળ છોડ્યું

17 November, 2014 05:27 AM IST  | 

ભારતે સોનાની ડિમાન્ડમાં ચીનને પાછળ છોડ્યું



કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

ભારતે સોનાની ડિમાન્ડમાં ચીનને પાછળ ધકેલી દીધું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના થર્ડ ક્વૉર્ટરના ડિમાન્ડ-સપ્લાયના ડેટામાં ભારતની જ્વેલરી ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૬૦ ટકા વધતાં ભારતની સોનાની ડિમાન્ડ ચીન કરતાં વધી ગઈ હતી. વિશ્વની સોનાની ડિમાન્ડ ૨૦૧૪ના થર્ડ ક્વૉર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટર કરતાં બે ટકા ઘટી હોવાનો રિપોટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષના થર્ડ ક્વૉર્ટરની ડિમાન્ડના ટ્રેન્ડમાં ૨૦૧૪ના થર્ડ ક્વૉર્ટરમાં ડિમાન્ડ સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. આ વર્ષે વિશ્વની સોનાની ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૯૨૯.૩ ટનની રહી હતી જે ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરમાં ૯૫૨.૮ ટન રહી હતી. ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં વિશ્વની સોનાની ડિમાન્ડ ૯૬૪ ટન રહી હતી. સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૬ ટકા ઘટાડો થયા બાદ થર્ડ ક્વૉર્ટરમાં બે ટકાનો ઘટાડો થતાં વિશ્વની સોનાની ડિમાન્ડ સતત બીજા ક્વૉર્ટરમાં ઘટી હતી. જોકે ૨૦૧૪ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં સોનાની ડિમાન્ડ ૮૫૩ ટનની સરખામણીમાં સેકન્ડ અને થર્ડ ક્વૉર્ટરમાં ડિમાન્ડ થોડી વધી હતી.

જ્વેલરી-ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ

વિશ્વની જ્વેલરી ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૫૩૪.૨ ટન રહી હતી જે ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરમાં ૫૫૬.૩ ટન અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૫૦૯.૬ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં જ્વેલરી ડિમાન્ડ ચાર ટકા ઘટી હતી, પણ સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીમાં જ્વેલરી ડિમાન્ડ ૪.૬ ટકા વધી હતી. બાર અને કૉઇન્સની ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૨૪૫.૬ ટન રહી હતી જે ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરમાં ૩૧૨.૩ ટન રહી હતી અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૨૭૫.૩ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં બાર અને કૉઇન્સની ડિમાન્ડ ૨૧ ટકા ઘટી હતી. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૨૦૪.૩ ટન રહી હતી જે ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૯૨ ટન અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૨૩૫.૪ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૬ ટકા વધી હતી પણ ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ .૨૦ ટકા ઘટી હતી.

ભારત-ચીનની ડિમાન્ડ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોટ અનુસાર થર્ડ ક્વૉર્ટરમાં ભારતે સોનાની ડિમાન્ડમાં ચીનને પાછળ ધકેલી દીધું હતું. ભારતની સોનાની ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૨૨૫.૧ ટન રહી હતી એની સામે ચીનની ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ૧૮૨.૭ ટન જ રહી હતી. ભારતની સોનાની ડિમાન્ડ ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૬૧.૬ ટન અને ૨૦૧૪ના બીજા ક્વૉર્ટરમાં ૨૨૪ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ભારતની સોનાની ડિમાન્ડ ૩૯ ટકા વધી હતી, પણ બીજા ક્વૉર્ટરની સરખામણીમાં બહુ જ નજીવો વધારો નોંધાયો હતો. ભારતની જ્વેલરી ડિમાન્ડ ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ૬૦ ટકા વધી હતી જે નવો રેકૉર્ડ બન્યો હતો. જોકે બાર-કૉઇન્સમાં ઇન્વેસ્ટમેન્ટ ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ૧૦ ટકા ઘટયું હતું. ચીનની સોનાની ડિમાન્ડ થર્ડ ક્વૉર્ટરમાં ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં ૩૭ ટકા ઘટી હતી જેમાં જ્વેલરી ડિમાન્ડ ૩૯ ટકા અને બાર-કૉઇન્સ ઇન્વેસ્ટમેન્ટ ૩૦ ટકા ઘટયું હતું. ચીનમાં સોનાની ડિમાન્ડ ફ્રી ફૉલ ઘટી રહી છે. ચીનની સોનાની ડિમાન્ડ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ૨૬૩.૨ ટન, સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૯૨.૫ ટન અને થર્ડ ક્વૉર્ટરમાં ૧૮૨.૭ ટન જ રહી હતી. આમ ૨૦૧૪ના આરંભથી ચીનની સોનાની ડિમાન્ડ સતત ઘટી રહી છે. ગયા વર્ષે ચીને સોનાની ડિમાન્ડ અને ઈમ્પોર્ટમાં ભારતને ઓવરટેક કર્યું હતું, પણ આ વર્ષે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોટ અનુસાર ભારત અને ચીનની ગોલ્ડ ડિમાન્ડ સરખી રહેવાની ધારણા છે. ભારતની સોનાની ડિમાન્ડ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ૧૨૭ ટન, સેકન્ડ ક્વૉર્ટરમાં ૨૨૪ ટન અને થર્ડ ક્વૉર્ટરમાં ૨૨૫.૧ ટન રહી હતી. ચીનની સોનાની ડિમાન્ડ ક્વૉર્ટર બાય ક્વૉર્ટર ઘટી રહી છે અને એની સામે ભારતની સોનાની ડિમાન્ડ ક્વૉર્ટર બાય ક્વૉર્ટર વધી રહી છે. જોકે ભારત અને ચીન બન્નેની ગોલ્ડ ડિમાન્ડ ફોર્થ ક્વૉર્ટરમાં વધવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ધારણા છે, કારણ કે ચીનમાં ર્ફોથ ક્વૉર્ટરમાં લુનાર ન્યુ યરની ઘરાકી જોવા મળશે અને ભારતમાં ર્ફોથ ક્વૉર્ટરમાં દિવાળીના તહેવારો ગયા હોવાથી જ્વેલરી ડિમાન્ડ વધશે.

સેન્ટ્રલ બૅન્કની ખરીદી ઘટી 

વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્ક દ્વારા સોનાની ખરીદી થર્ડ ક્વૉર્ટરમાં ૯૨.૮ ટન રહી હતી જે ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૦૧.૫ ટન અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૧૭.૮ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૯ ટકા ઘટી હતી. થર્ડ ક્વૉર્ટરમાં રશિયાની ગોલ્ડ રિઝવર્‍ ૫૫.૧ ટન વધી હતી જ્યારે અન્ય દેશોમાં તુર્કીની ૧૦.૯ ટન અને કઝાકિસ્તાનની ૨૮.૨ ટન વધી હતી, જ્યારે ઇરાકની ગોલ્ડ રિઝવર્‍ ૦.૨ ટન અને ઇન્ડોનેશિયાની ગોલ્ડ રિઝવર્‍ એક ટન ઘટી હતી. સેન્ટ્રલ બૅન્કોનું બાઇંગ ૨૦૧૪ના આરંભથી સતત ઘટી રહ્યું છે. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ૧૨૪.૩ ટન, સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૧૭.૮ ટન અને થર્ડ ક્વૉર્ટરમાં ઘટીને ૯૨.૮ ટન જ રહ્યું હતું.

ETF હોલ્ડિંગ

ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)નું હોલ્ડિંગ થર્ડ ક્વૉર્ટરમાં ૪૧.૩ ટન ઘટયું હતું જે ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૨૦.૨ ટન ઘટયું હતું અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૩૯.૯ ટન જ ઘટયું હતું. સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થર્ડ ક્વૉર્ટર દરમ્યાન સરેરાશ ૧૨૭૬.૨ ડૉલર રહ્યો હતો, જે ૨૦૧૪ના સેકન્ડ કવૉર્ટરમાં સરેરાશ ૧૨૮૮.૪ ડૉલર રહ્યો હતો. ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં સોનાનો ઍવરેજ ભાવ ૧૩૨૬.૩ ડૉલર હતો. ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ભાવ ૮૭.૭૮ ડૉલર ઘટયો હતો જે આ વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૨.૨ ડૉલર જ ઘટયો હતો. સેકન્ડ ક્વૉર્ટરના એન્ડના ભાવ અને થર્ડ ક્વૉર્ટરના એન્ડના ભાવ વચ્ચે ૮.૫ ટકા ભાવ ઘટયા હતા. 

સપ્લાય સાત ટકા ઘટી 

વિશ્વમાં સોનાની સપ્લાય થર્ડ ક્વૉર્ટરમાં ૧૦૪૭.૫ ટનની રહી હતી, જે ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૧૧૨૮.૬ ટન રહી હતી. ગયા વર્ષના થર્ડ ક્વૉર્ટરની સરખામણીમાં સપ્લાય ૭ ટકા ઘટી હતી. ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં સપ્લાય ૧૦૭૮ ટન રહી હતી. સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીમાં પણ સપ્લાય ઘટી હતી. રીસાઇકલ્ડ ગોલ્ડની સપ્લાયમાં થર્ડ ક્વૉર્ટરમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૩૩૩.૭ ટકા રીસાઇકલ્ડ ગોલ્ડની સપ્લાય હતી જે આ વર્ષે થર્ડ ક્વૉર્ટરમાં ૨૫૦.૫ ટન જ રહી હતી