અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં સોનું સુધર્યું

16 February, 2019 10:41 AM IST  |  | મયૂર મહેતા

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં સોનું સુધર્યું

સોનામા સુધારો

બુલિયન બુલેટિન 

અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા નવ વર્ષના તળિયે પહોંચ્યા, પ્રોડ્યુસર્સ પ્રાઇસ સતત બીજે મહિને ઘટuા તેમ જ બિઝનેસ ઇન્વેન્ટરીમાં છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત ઘટાડો નોંધાતાં અમેરિકી ડૉલર નબળો પડ્યો હતો અને ફેડને ડિફેન્સિવ સ્ટૅન્ડ લેવાની ફરજ પડશે, જેના કારણે સોનામાં નવેસરથી આકર્ષણ ઊભું થયું થતાં વલ્ર્ડ માર્કેટમાં સોનામાં ગુરુવારે છેલ્લાં બે સપ્ïતાહનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે પણ દિવસ દરમ્યાન સોનું વધતું રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના રીટેલ સેલ્સ ડેટા ડિસેમ્બરમાં ૧.૨ ટકા ઘટીને નવ વર્ષના તળિયે પહોંચ્યા હતા. નવેમ્બરમાં રીટેલ સેલ્સમાં માત્ર ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્ïતાહ દરમ્યાન ચાર હજારનો વધારો થયો હતો જે માર્કેટની ધારણાથી ઘણા જ વધારે હતા. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસમાં જાન્યુઆરીમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, આ ઘટાડો સતત બીજે મહિને નોંધાયો હતો અને આ ઘટાડો સાડાત્રણ વર્ષનો સૌથી મોટો રહ્યો હતો. અમેરિકાની બિઝનેસ ઇન્વેન્ટરી નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટી હતી. આ ઘટાડો છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત નોંધાયો હતો. ચીનનું ઇન્ફલેશન જાન્યુઆરીમાં ૧.૭ ટકા રહ્યું હતું જે છેલ્લા એક વર્ષનું નીચું હતું અને ડિસેમ્બરમાં ઇન્ફલેશન ૧.૯ ટકા હતું. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટીને ૨૮ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાને કારણે ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો વચ્ચેની બૉર્ડર-વૉલ બનાવવાની જીદ પૂરી કરવા નૅશનલ ઇમર્જન્સી લાદી હતી અને કૉન્ગ્રેસની મંજૂરી વગર બૉર્ડર-વૉલનું ફન્ડ તિજોરીમાં હડપ કર્યું હતું. ટ્રમ્પના આ નર્ણિય બાબતે આવનારા દિવસોમાં અમેરિકામાં મોટી કાનૂની લડત શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે, કારણ કે કૉન્સિટuુશનલ પાવર અંગે ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટિકો ટ્રમ્પને ભીડવવાના તમામ પ્રયાસો આદરશે. વાઇટ હાઉસના બે નિગોશિએટરો શુક્રવારે ચાઇનીઝ પ્રીમિયર જિનપિંગને મYયા હતા, પણ વાઇટ હાઉસના સ્પોક્સમૅનના જણાવ્યા અનુસાર ૧ માર્ચની ડેડલાઇન પહેલાં કોઈ ડીલ થવાની શક્યતા નથી. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં હવે

ફેડને ડિફેન્સિવ સ્ટૅન્ડ અપનાવવું પડશે. ફેડનું ડિફેન્સિવ સ્ટૅન્ડ સોનાની તેજી માટે પૉઝિટિવ રહેશે.

વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સુધરતાં લોકલ માર્કેટમાં કરન્ટ દેખાયો

વર્લ્ડ માર્કેટમાં અમેરિકી ડૉલરના ઘટાડાને પગલે સોનું-ચાંદી સુધરતાં એની અસરે લોકલ માર્કેટમાં પણ ભાવ સુધર્યા હતા. સોનાનો ભાવ મુંબઈમાં ૩૫ રૂપિયા સુધરીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૩,૩૨૫ રૂપિયા અને દિલ્હીમાં ૩૧૦ રૂપિયા સુધરીને ૩૪,૩૧૦ રૂપિયા થયો હતો જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૩૪૫ રૂપિયા વધીને પ્રતિ કિલોના ૩૯,૮૨૫ રૂપિયા અને દિલ્હીમાં ૧૭૦ રૂપિયા સુધરીને ૪૦,૮૨૦ રૂપિયા થયો હતો.