ઈરાન પર આર્થિક પ્રતિબંધ વધુ કડક બનાવાતાં સોનામાં મજબૂતી યથાવત્

10 May, 2019 09:57 AM IST  |  મુંબઈ

ઈરાન પર આર્થિક પ્રતિબંધ વધુ કડક બનાવાતાં સોનામાં મજબૂતી યથાવત્

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર લાદેલા આર્થિક પ્રતિબંધમાં મેટલ એક્સર્પોટનો પણ સમાવેશ કરતા મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું અને સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં મજબૂતી યથાવત્ રહી હતી. ટ્રેડવૉરને ખતમ કરવાની સમજૂતીમાં ચીને છેતરપિંડી કરી હોવાની ટ્રમ્પની ટ્વિટ અને શુક્રવારથી ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પરની ઇમ્ર્પોટ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાના નર્ણિયને પગલે સ્ટૉક માર્કેટ અને ડૉલર તૂટ્યા હતા અને સોનું સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ ૪૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૪૦.૫ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૪૦.૩ પૉઇન્ટની હતી. ચીનનું સોશ્યલ સ્પેન્ડિંગ એપ્રિલમાં ઘટીને ૧.૩૬ લાખ કરોડ યુઆને પહોંચ્યું હતું, જે માર્ચમાં ૨.૮૬ લાખ કરોડ યુઆન હતું. ચીનનો કન્ઝયુમર્સ ઇન્ફલેશન એપ્રિલમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૩ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૨.૩ ટકા હતો. ચીનનો પ્રોડ્યુસર્સ ઇન્ફલેશન એપ્રિલમાં ૦.૯ ટકા વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૦.૪ ટકા જ વધ્યો હતો. ટ્રમ્પે ચાઇનીઝ ગુડ્ઝ પર શુક્રવારથી ઇમ્ર્પોટ ડ્યુટી વધારવાની જાહેરાત કરતાં સ્ટૉક ઇન્ડેક્સ અને ડૉલર ઘટતાં સોનું મજબૂત રહ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ ગુડ્ઝ પરની ઇમ્ર્પોટ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાનો અમલ શુક્રવારથી કરવાની જાહેરાત કરી હતી તેમ જ ટ્વિટમાં જણાવ્યું હતું કે ચીને ટ્રેડવૉર ખતમ કરવાની સમજૂતી બાબતે છેતરપિંડી કરી હોવાથી અમે ટેરિફ લાગુ કરવા માટે મક્કમ છીએ. ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશને ઈરાનની મેટલ એક્સર્પોટ પર પ્રતિબંધ લાદવાનો નર્ણિય લેતાં મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન વધ્યું હતું. ઈરાને અમેરિકાની દરેક ઍક્શનનો વળતો પ્રહાર કરવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડ માટે AI-MLSની વિગતો ત્રિમાસિક આપવી પડશેઃસેબી

ટ્રમ્પની આક્રમક ઍક્શનને પગલે એશિયન સ્ટૉક છ મહિનાના તળિયે પહોંચ્યા હતા અને ડૉલર પણ કરન્સી બાસ્કેટમાં નબળો પડ્યો હતો. ઇકૉનૉમિક અને જિયોપૉલિટિકલ ક્રાઇસિસ વધતાં સેફ હેવન સોનું અને જૅપનીઝ યેનમાં ડિમાન્ડ વધી હતી. અમેરિકા-ચીન વચ્ચેની આગામી બે દિવસની મીટિંગમાં જો કોઈ સમાધાન નહીં થાય તો આવતા સપ્તાહે વલ્ર્ડ માર્કેટમાં સોનું ૧૩૦૦ ડૉલરની સપાટીને કુદાવી જશે.

news