વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ મલ્ટિયર હાઈ સપાટીએ પહોંચતાં સોનામાં સુસ્તી

05 April, 2019 11:30 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ મલ્ટિયર હાઈ સપાટીએ પહોંચતાં સોનામાં સુસ્તી

બ્રેક્ઝિટ અને ટ્રેડવૉર અંગે લાંબા સમયથી ચાલી આવતી અનિિતતા થોડી હળવી થતાં વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ મલ્ટિયર હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેને કારણે સોનામાં નવી લેવાલી અટકી હતી અને ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ વધતાં સોનામાં નજીવો ઘટાડો જોવા મળ્ય હતો. અમેરિકાના સર્વિસ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવતાં ડૉલર ૦.૧ ટકા ઘટuો હોઈ સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના સર્વિસ સેક્ટરનો પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) માર્ચમાં ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ ૫૬.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૯.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૮ પૉઇન્ટની હતી. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ ઘટતાં કમ્પોઝિટ પીએમઆઇ માર્ચમાં ઘટીને ૫૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૫.૫ પૉઇન્ટ હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં માર્ચમાં ઘટીને ૧૮ મહિનાની નીચી સપાટીએ માત્ર ૧.૨૯ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, ફેબ્રુઆરીમાં ૧.૯૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને ટ્રેડની ધારણા ૧.૭૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. યુરો ઝોનનો રીટેલ ટ્રેડ ગ્રોથ ૦.૪ ટકા ફેબ્રુઆરીમાં રહ્યો હતો, જે જાન્યુઆરીમાં ૦.૯ ટકા ઘટ્યો હતો. અમેરિકાના સર્વિસ સેક્ટર અને પ્રાઇવેટ જૉબડેટા નબળા આવતાં ડૉલર ૦.૧ ટકા ઘટuો હતો, પણ ટ્રેડવોર અને બ્રેક્ઝિટના ડેડલૉક અંગે પૉઝિટિવ ડેવલપમેન્ટ થતાં સ્ટૉક માર્કેટમાં મોટો સુધારો નોંધાતાં સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

આ પણ વાંચોઃ અમેરિકી ફેડે 2019માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધવાનો સંકેત આપતાં સોનું ઊછળ્યું

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

બ્રેક્ઝિટ પ્રોસેસ માટે નો ડીલ સાથેની ડેડલાઇન તા. ૧૨મી એપ્રિલ નક્કી થઈ હતી, પણ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેના અથાગ પ્રયાસોને કારણે હવે તા. ૧૨મી એપ્રિલની ડેડલાઇનને લંબાવીને ડાઇવૉર્સ ડીલ બાબતે મંત્રણાનો નવો દોર ચાલુ કરવા પાર્લમેન્ટના લોઅર હાઉસે મંજૂરી આપતાં બ્રેક્ઝિટ ક્રાઇસિસ હળવી બની હતી. આ સમાચારને પગલે યુરોપિયન અને બ્રિટિશ સ્ટૉક માર્કટ સુધર્યાં હતાં. ટ્રેડવૉરને ખતમ કરવાની મંત્રણા પણ અંતિમ તબક્કામાં પહોંચી હોવાના ન્યુઝનો પણ સ્ટૉક માર્કેટને સર્પોટ મળ્યો હતો. યુરો એરિયા સ્ટૉક ૨૬ મહિનાની ઊંચાઈએ અને જર્મનીના સ્ટૉક ૨૫ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. કૅનેડા, જપાન, ઇટલી, ફ્રાન્સ વગેરેનાં સ્ટૉક માર્કેટમાં સુધારો થતાં સોનામાં નવી લેવાલી અટકી હતી. ટ્રેડવૉર અને બ્રેક્ઝિટ અંગે હજુ થોડા દિવસ અનિિતતા રહેવાની હોઈ સોનામાં વધ-ઘટ દરેક ન્યુઝને આધારે થશે.

news