અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝના ડેટા નબળા આવતાં સોનામાં ઘટાડાને બ્રેક

04 April, 2019 09:51 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝના ડેટા નબળા આવતાં સોનામાં ઘટાડાને બ્રેક

અમેરિકાના ડ્યુરેબલ ગુડઝના ડેટા નબળા આવતાં અમેરિકી ડૉલર સાડાત્રણ સપ્તાહની ઊંચાઈએથી પાછો ફર્યો હતો. વળી અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર ખતમ કરવાની ૯૦ ટકા પ્રક્રિયા પૂરી થઈ હોવાનો ન્યુ યૉર્ક ટાઇમ્સનો રર્પિોટ આવતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ નબળું પડતાં ડૉલર ૦.૨ ટકા ઘટ્યો હતો અને તેની અસરે સોનું મંગળવારે એક મહિનાના તળિયે પહોંચ્યું હતું, ત્યાંથી સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝ ઑર્ડરમાં ફેબ્રુઆરીમાં ૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૦.૧ ટકાનો ઘટાડો થયો હતો. જોકે માર્કેટની ધારણા ૧.૮ ટકાના ઘટાડાની હતી. જપાનનો સર્વિસ સેક્ટરનો પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) માર્ચમાં ઘટીને બાવન પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૨.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૧ પૉઇન્ટની હતી. ચીનનો પ્રાઇવેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ માર્ચમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૦.૭ પૉઇન્ટ હતો. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડવૉર ખતમ કરવાની મંત્રણા અંતિમ તબક્કામાં પહોંચી હોવાના નિવેદનને પગલે સ્ટૉક માર્કેટ સુધર્યું હતું, પણ ડૉલર સાડાત્રણ સપ્તાહની ઊંચાઈએથી પાછો ફરીને ૦.૨ ટકા ઘટ્યો હતો, જેને કારણે સોનું પણ એક મહિનાની નીચી સપાટીથી થોડું સુધર્યું હતું. સોનું મંગળવારે ઘટીને એક મહિનાના તળિયે ૧૨૮૪.૮૭ ડૉલરે પહોંચ્યું હતું, જે છેલ્લા ૨૪ કલાકમાં સાતથી આઠ ડૉલર સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડવૉર અને બ્રેક્ઝિટ અંગે પૉઝિટિવ પ્રોગ્રેસ થઈ રહ્યો છે, પણ હજુ સુધી કોઈ નર્ણિય આવ્યો ન હોવાથી પ્રોગેસના રિપોર્ટ પર સોનામાં વધ-ઘટ થઈ રહી છે. ગ્લોબલ સ્લોડાઉનનો ભય હજુ સાવ શમ્યો નથી. અમેરિકા અને ચીનના મૅન્યુફૅક્ચરિંગ, જૉબ, રીટેલ સેલ્સ અને અન્ય ઇકૉનૉમિક ડેટા ધારણા કરતાં સારા આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય થોડો ઓછો થયો છે. યુરોપિયન દેશો, જપાન, બ્રિટન, ઑસ્ટ્રેલિયા વગેરે ડેવલપ દેશોના ઇકૉનૉમિક ડેટા હજુ પણ અગાઉની જેમ જ નબળા આવી રહ્યા છે. આવનારા દિવસોમાં જો અમેરિકા અને ચીનના કોઈ ડેટા નબળા આવશે તો સોનામાં ફરી તેજીની આગેકૂચ ચાલુ થશે.

આ પણ વાંચોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની : લિંક્ડઇન

અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝના ડેટા નબળા આવતાં ડૉલર ઘટતાં સોનામાં ફરી સુધારો જોવા મળ્યો હતો. આમ, ગ્લોબલ સ્લોડાઉન, ટ્રેડવૉર અને બ્રેક્ઝિટ અંગે હજુ અનિિતતા પ્રવર્તતી હોઈ શૉર્ટ ટર્મ સળંગ તેજી કે મંદી ન જોવા મળશે નહીં. હાલ દરેક ઘટાડે ખરીદી કરીને નાના ઉછાળે વેચીને નફો ગાંઠે બાંધવાથી સોના-ચાંદીમાં કમાણી કરવી જ હિતાવહ રહેશે.

news