ચીન અને અમેરિકા સહિત અનેક દેશોનાં ઇન્ફલેશન વધતાં સોનું બે સપ્તાહની ઊંચા

12 April, 2019 11:01 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ચીન અને અમેરિકા સહિત અનેક દેશોનાં ઇન્ફલેશન વધતાં સોનું બે સપ્તાહની ઊંચા

ચીન અને અમેરિકા સહિત અનેક દેશોનાં ઇન્ફલેશન ક્રૂડતેલની તેજીને કારણે વધતાં સોનામાં ડિમાન્ડ વધી હતી અને વલ્ર્ડ માર્કેટમાં સોનું બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. ઇન્ફલેશનના વધારા સામે સોનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોવાથી હાલ સોનાની ડિમાન્ડ સતત વધી રહી છે, વળી બ્રેક્ઝિટ, ટ્રેડવૉર અને ગ્લોબલ સ્લોડાઉનના ભયને કારણે અમેરિકી ડૉલરનું ભાવિ ડામાડોળ બનતાં સોનાની તેજીને એકધારો સર્પોટ મળી રહ્યો છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો કન્ઝ્યુમર્સ ઇન્ફલેશન માર્ચમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૨.૩ ટકાએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૧.૫ ટકા હતો. ચીનનો પ્રોડ્યુસર્સ ઇન્ફલેશન માર્ચમાં ૦.૪ ટકા વધ્યો હતો, જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઊંચો હતો, ફેબ્રુઆરીમાં આ ઇન્ડેક્સ ૦.૧ ટકા હતો. અમેરિકાનો ઍન્યુઅલ ઇન્ફલેશન માર્ચમાં વધીને ૧.૯ ટકાએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં દોઢ વર્ષના તળિયે ૧.૫ ટકા હતો અને માર્કેટની ધારણા ૧.૮ ટકાની હતી. અમેરિકાના કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં ૦.૧ ટકા વધીને ૧૪ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. બ્રાઝિલનો ઇન્ફલેશન માર્ચમાં વધીને બે વર્ષની ઊંચાઈએ ૪.૫૮ ટકાએ પહોંચ્યો હતો. અમેરિકાનો બજેટ ગૅપ માર્ચમાં ઘટીને ૧૪૭ અબજ ડોલર રહ્યો હતો, જે ગયા વર્ષે માર્ચમાં ૨૦૯ અબજ ડૉલર હતો અને માર્કેટની ધારણા ૧૮૦ અબજ ડૉલર બજેટ ગૅપની હતી. ફેડની માર્ચ મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી યથાવત્ રાખવાનો મત અને ઇસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની મૉનેટરી પૉલિસી અનચેન્જ્ડ રહેતાં ડૉલર ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યો હતો અને સોનું બુધવારે ઓવરનાઇટ વધીને બે સપ્તાહની ઊંચાઈએ ૧૩૧૦.૫૦ ડૉલર થયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ફેડની તા. ૧૯-૨૦ માર્ચે યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી યથાવત્ રાખવાનો મત વ્યક્ત થયો હતો. આ મિનિટ્સમાં સ્પક્ટપણે જણાવાયું હતું કે ટ્રેડવૉર, બ્રેક્ઝિટ અને ગ્લોબલ સ્લોડાઉન છતાં ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પણ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નર્ણિય ઇકૉનૉમિક ડેટા અને ગ્લોબલ ડેવલપમેન્ટને આધારે લેવાશે. ઇકૉનૉમિસ્ટો આ કમેન્ટનું અર્થઘટન કરતાં જણાવે છે કે ૨૦૧૯માં મોટા ભાગે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે નહીં, તેની સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા બાબતે પણ કોઈ વિચારણા નથી. ઇસીબીએ પણ ઇકૉનૉમિક સ્લોડાઉન બાબતે ચિંતા વ્યક્ત કરીને ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યા હતા, પણ મૉનેટરી પૉલિસીમાં સ્લોડાઉનને ખાળવા વધુ પગલાં લેવાની વાત પર ભાર મૂક્યો હતો. યુરોપિયન યુનિયને બ્રિટનની બ્રેક્ઝિટની ડેડલાઇન એક વર્ષ લંબાવવાની દરખાસ્તને ફ્રાન્સના વિરોધને કારણે સ્વીકારી નહોતી, પણ ડેડલાઇન તા. ૧૧મી એપ્રિલથી લંબાવીને તા. ૩૧ ઑક્ટોબર કરી હતી.

આ પણ વાંચોઃ જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદવા ઇચ્છતા રોકાણકારો માટે બિડની સમયમર્યાદા લંબાવાઈ

અક્ષય તૃતીયા પર ચાલુ વર્ષે ગોલ્ડની ડિમાન્ડ વધવાની ધારણા

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાની રોકડ સહાય અને ઍગ્રી-કૉમોડિટી માર્કેટમાં હાલની ચાલી રહેલી તેજીને કારણે ખેડૂતોના હાથમાં નાણાંનો પ્રવાહ વધતાં ચાલુ વર્ષે અક્ષય તૃતીયા પર સોનાની ડિમાન્ડ અગાઉનાં વર્ષો કરતાં સારી રહેવાની ઇન્ડસ્ટ્રીઝની ધારણા છે. સામાન્ય રીતે અક્ષય તૃતિયાના એક મહિના અગાઉથી સોનાની ડિમાન્ડની નીકળવી શરૂ થાય છે. ચાલુ વર્ષે તા. ૭મી મેના દિવસે અક્ષય તૃતીયા છે. ભારતની ગોલ્ડ ડિમાન્ડમાં રૂરલ ઇન્ડિયાનો હિસ્સો ૭૦ ટકા કરતાં વધુ હોવાથી અને અક્ષય તૃતીયાનું સોનાની ખરીદી માટેનું મહત્વ પરંપરાગત બહુ જ ઊંચું હોવાથી હાલ ઇન્ડસ્ટ્રીઝની નજર અક્ષય તૃતીયાની ખરીદી પર છે. હાલ સોનાના ભાવ વલ્ર્ડ માર્કેટમાં વધી રહ્યા હોવાથી અક્ષય તૃતીયાની ડિમાન્ડ વધુ રહેશે તો સોનાના ભાવ લોકલ માર્કેટમાં વધશે.

news