બજેટ 2020: પ્રતિક્રિયા હકારાત્મક પણ 'Fine Print' જાણવી જરૂરી

01 February, 2020 05:25 PM IST  |  Mumbai | Chirantana Bhatt

બજેટ 2020: પ્રતિક્રિયા હકારાત્મક પણ 'Fine Print' જાણવી જરૂરી

નિર્મલા સીતારમણના બજેટ અંગે લોકોનો પહેલો પ્રતિભાવ હકારાત્મક છે પણ તેમનું માનવું છે કે તેને વિગવાર સમજવું વધારે લાભદાયી રહેશે કારણકે તેની ફાઇન પ્રિન્ટમાં પેચીદી વિગતો હોઇ જ શકે છે.

એક દેશમાં બે ટેક્સ સિસ્ટમ ન હોવી જોઇએ

 

અરુણ કુલકર્ણી,  પ્રાઇવેટ સેક્ટરનાં પૂર્વ કર્મચારી

"પર્સનલ ટેક્સમાં જે ફેરફાર થયા છે જેને કારણે એ વધારે પેચીદી બાબત બની ગઇ છે. આ પગલું યોગ્ય નથી કારણકે કોઇપણ દેશમાં બે ટેક્સ સિસ્ટમ કેવી રીતે હોઇ શકે. એટલુ જ નહીં પણ સ્લેબ ઘટાડવાની વાત કરી હોવ છતાં ય તેનો લાભ લેવો હોય તો પહેલાના રિટર્ન્સ જતા કરવા પડે, અત્યાર સુધીના તમને મળેલા ટેક્સ ડિડ્કશનની ગણના ન રહે એ યોગ્ય નથી લાગતું. છતાં પણ બજેટમાં બે-ત્રણ બાબતો સારી છે, જેમ કે કસ્ટમ ડ્યૂટીને લઇને કરેલા ફેરફારને કારણે ભારતીય ઉદ્યોગ અને ઉત્પાદનકારોને ફાયદો થશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશને દૂર કર્યું છે પણ તે વ્યક્તિગત થઇ જવાથી ઇન્ડિવિઝ્યુઅલ લૉસ જાય. "

 

હકારાત્મક ઇરાદાથી બનેલું બજેટ

 

અનુપમ શર્મા, આંત્રપ્રિન્યોર

"દેખીતી રીતે તો આ સારું જ બજેટ છે. ફાઇનાન્સ મિનિસ્ટરે લાંબા ગાળાનો વિચાર કરીને નિર્ણયો લીધા છે તે ચોક્કસ. છતાં ય રોકાણકારોને બહુ દેખીતો ફાયદો થયો હોય એમ નથી લાગતું. આ બજેટમાં પ્રોસેસિઝ સ્ટ્રીમલાઇન કરવાની વાત છે જે પ્રસંશનિય છે. કોઇપણ એક ક્ષેત્ર માટે જ બધું કરવાને બદલે વિહંગાવલક્ષી બજેટ હોય તેવું પ્રતિત થાય છે. વરીષ્ઠ નાગરિકો માટે ટેક્સેશનમાં કરેલા ફેરફાર લાભદાયી છે. એનજીઓ અને એમએસએમઇ સેક્ટર માટે લીધેલા નિર્ણયો પણ ચોક્કસ ફાયદાકારક રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી યોજનાઓ રોજગારીની પ્રશ્નને પણ ઉકેલશે."

ફૉરવર્ડ લુકિંગ બજેટ છે

મિલિન્દ દેસાઇ, સીએ

"બજેટમાં આવેલા સુધારા ખરેખર સારા છે પણ લાંબા ગાળે તેના ફાયદા વર્તાશે. સુધારાઓ પણ લાભદાયી સાબિત થશે. બજેટ ભવિષ્યનો વિચાર કરીને બનાવાયું હોય તેવું છે. હજી તેની ફાઇન પ્રિન્સ સમજવી પડશે પણ આર્થિક ક્ષતિઓ સુધારવા, બહેતર બનાવવા માટે જ આ બજેટ બન્યું છે તે ચોક્કસ. સ્લેબ કરેક્શનને કારણે કન્ઝમ્પશન પણ વધશે. પહેલી દ્રષ્ટિએ આ બજેટની છાપ સારી ખડી થાય છે."

budget 2020 finance ministry