પહેલા સાંજે રજૂ કરવામાં આવતું બજેટ, વાજપેયી સરકારે બદલી પરંપરા...

01 February, 2020 09:49 AM IST  |  Mumbai Desk

પહેલા સાંજે રજૂ કરવામાં આવતું બજેટ, વાજપેયી સરકારે બદલી પરંપરા...

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી, 2020ના પોતાનું બીજું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તે સવારે 11 વાગ્યે રજૂ કરશે. જો તમે બજેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ધ્યાન આપો છો તો તમને ખ્યાલ હશે કે સંસદમાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા છે. જો કે, જો તમે લગભગ બે દાયકા પાછળ જશો તો તમે જોઇ શકશો કે કેન્દ્રીય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. એવામાં તમારી માટે જાણવું જરૂરી છે કે કેન્દ્રીય બજેટ સાંજના સમયે કેમ રજૂ કરવામાં આવતું અને ક્યારથી આને સવારે 11 વાગ્યાથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ કારણે સાંજે રજૂ થતું હતું બજેટ
અમે આ વાતની શોધ કરી તો ખ્યાલ આવ્યો કે આ અંગ્રેજોના સમયનો નિયમ હતો. એવું માનવામાં આવે છે કે આના પાછળનું કારણ નવી દિલ્હી અને લંડન વચ્ચે ટાઇમ ઝોનનો ફરક છે. હકીકતે, આઝાદી પહેલા બ્રિટેનના હાઉસ ઑફ કૉમન્સ અને હાઉસ ઑફ લૉડર્સના સભ્યોને ભારતનું બજેટ સાંભળવાનું રહેતું હોવાથી ભારતમાં સાંદે પાંચ વાગે ત્યારે લંડનમાં સવારના લગભગ 11 વાગતા હોય છે તેથી સાંસદમાં ભારતીય બજેટ રજૂ કરીને સાંભળતા હતા. આ પરંપરા આઝાદી બાદ પણ ચાલું રહી. જો કે, એ પણ કહેવામાં આવે છે કે બ્રિટેનમાં માર્કેટ ત્યાંના સમય પ્રમાણે 11 વાગ્યે ખુલતાં હતાં તેથી ભારતમાં સાંજો બજેટ રજૂ કરવામાં આવતું હતું, ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટની અસર માર્કેટ પર પણ વધારે જોવા મળે છે.

આ પણ વાંચો : Budget 2020 LIVE: નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ, અહીં જુઓ લાઇવ...

વાજપેયી સરકારમાં બદલાઇ પરિપાટી
અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ રાજગ સરકારે આ પરંપરાને બદલી. તત્કાલીન નાણાંમંત્રી યશવંત સિન્હાએ વર્ષ 1999માં 11 વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી. તેના પછીથી જ કેન્દ્રીય બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે.

budget 2020 nirmala sitharaman atal bihari vajpayee national news business news