Budget 2020: પિતાના મૃત્યુ છતાં બજેટ ડ્યૂટીને આપ્યું મહત્વ

31 January, 2020 07:55 PM IST  |  Mumbai Desk

Budget 2020: પિતાના મૃત્યુ છતાં બજેટ ડ્યૂટીને આપ્યું મહત્વ

બજેટ 2020 વચ્ચે એક એવી ખબર આી રહી છે, કે જે દરેકને ચોંકાવી દેશે. બજેટ પેપર્સની છાપણીની ડ્યૂટીમાં લાગેલા નાણાં વિભાગના એક અધિકારીના પિતાનું મૃત્યુ થઈ ગયું અને તેમણે પ્રેસ એરિયા ન છોડવાનો નિર્ણય લીધો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેસના ઉપ પ્રબંધક કુલદીપ કુમાર શર્મા બજેટ ડ્યૂટી પર તહેનાત છે. 26 જાન્યુઆરીના પિતાનું નિધન થઈ ગયું પણ શર્મા છેલ્લી વાર તેમને જોઇ પણ ન શક્યા.

નાણાં મંત્રાલયે ટ્વીટ કરી આ વાતની માહિતી જનતા સુધી પહોંચાડી. ટ્વીટમાં લખ્યું 'કુલદીપના પિતાનું 26 જાન્યુઆરી 2020ના એકાએક નિધન થઈ ગયું. કુલદીપ બજેટ ડ્યુટી પર હતા, એવામાં તેમને જ્યારે પિતાના દેહાંતના સમાચાર મળ્યા તો તેમણે પોતાના કર્તવ્યને મહત્વ આપ્યું અને પ્રેસ એરિયા ન છોડવાનો નિર્ણય લીધો.'

નાણાં મંત્રાલયે એક વધુ ટ્વીટ કરીને લખ્યું 'શ્રી શર્મા પાસે બજેટ પ્રક્રિયાનો 30 વર્ષનો અનુભવ છે અને ટાઇટ શેડ્યૂલમાં બજેટ ડૉક્યૂમેન્ટ પ્રિન્ટિંગ પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કર્મઠાની મિસાલ રજૂ કરતાં શ્રી રામ શર્માએ વ્યક્તિગત નુકસાન તરફ દુર્લક્ષ સેવ્યુ અને પોતાના કર્તવ્ય પ્રત્યે અસામાન્ય ઇમાનદારી દર્શાવી.'

જણાવીએ કે 1 ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે. જેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બજેટ પેપર્સની છાપણીનું કામ અંતિમ ચરણમાં છે. બજેટ પેપર્સની છાપણી નોર્થ બ્લૉક પ્રેસમાં હોય છે. અહીં મંત્રાલયના અધિકારી પેપર્સની છાપણી સુધી 10 દિવસ બંધ રહે છે, તે કોઇપણ બહારના વ્યક્તિ સાથે સંપર્ક નથી કરી શકતા, પોતાના ઘરના વ્યક્તિઓ સાથે પણ વાત નથી કરી શકતા. આ કેટલું ગુપ્ત અને જવાબદારીવાળું કામ છે તેનો ખ્યાલ તાજેતરની જ આ એક ઘટના પરથી આવી જાય છે.

budget 2020 business news national news