હવે ITR ફાઈલ કરવા માટે જરૂરી નથી PAN કાર્ડ, આનાથી ચાલશે કામ

05 July, 2019 04:09 PM IST  |  દિલ્હી

હવે ITR ફાઈલ કરવા માટે જરૂરી નથી PAN કાર્ડ, આનાથી ચાલશે કામ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. નાણા મંત્રીએ બજેટ 2019માં જાહેરાત કરી છે કે ITR ફાઈલ કરવા માટે હવે પાન કાર્ડની જરૂર નહીં પડે. પાન કાર્ડ અને આધાર કાર્ડને હવે ITR ફાઈલ કરવા માટે ઈન્ટરચેન્જેબલ બનાવી દેવાયા છે. ITR હવે આધાર કાર્ડ દ્વારા પણ ફાઈલ કરી શકાશે.

નાણા મંત્રીએ બજેટની જાહેરાત દરમિયાન કહ્યું,'અમારી સરકાર ટેક્સપેયર્સની સુવિધા વધારવા ઈચ્છી રહી છે. હવે ITR ફાઈલ કરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને ઈન્ટરચેન્જેબલ બનાવી રહ્યા છીએ. પેન કાર્ડ નહીં હોય પણ આધાર કાર્ડ હશે તો પણ તમે ITR ફાઈલ કરી શક્શો. આધાર કાર્ડ દ્વારા પણ ITR ફાઈલ કરવાની સુવિધા મળી રહેશે.'

હોમ લોન પર 1.5 લાખની વધારાની છૂટ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ITR ફાઈલ કરવા માટે પાન કાર્ડ જરૂરી હતું. પરંતુ હવે આધાર કાર્ડથી આવક વેરા રિટર્ન ભરવામાં મદદ મળશે. 45 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ મર્યાદા પર ટેક્સમાં છૂટ 1.5 લાખથી વધારીને 3.5 લાખ કરવામાં આવશે. આ જ રીતે ઈ-વ્હિકલ ખરીદવા પર પણ 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ આપવામાં આવશે.

Budget 2019 nirmala sitharaman Aadhar