બજેટ ગરીબલક્ષી, ગ્રામ્યલક્ષી, ખેડૂતલક્ષી, મહિલાલક્ષી અને મધ્યમવર્ગલક્ષી

02 February, 2019 08:02 AM IST  |  | જયેશ ચિતલિયા

બજેટ ગરીબલક્ષી, ગ્રામ્યલક્ષી, ખેડૂતલક્ષી, મહિલાલક્ષી અને મધ્યમવર્ગલક્ષી

વચગાળાનું બજેટ 2019

બજેટ વિશેષ 

આ દસ કારણો જોવાં જોઈએ

સૌપ્રથમ આનાં દસ કારણ જોઈએ અને સમજીએ. પહેલું કારણ - બજેટને ગરીબલક્ષી, ગ્રામ્યલક્ષી, ખેડૂતલક્ષી બનાવાયું છે. જેમના લાભ અને રાહત માટે નાણાપ્રધાને સંખ્યાબંધ પગલાં લીધાં છે અને અનેક પગલાંના સંકેત આપ્યા છે. બીજું, મધ્યમવર્ગને આવકવેરામાં રાહત આપી મોટું અને લાંબા ગાળાનું પ્રૉમિસ પૂરું કર્યું છે. પાંચ લાખની વાર્ષિક આવક સુધી ટૅક્સ રિબેટ આપી દઈ મોટી રાહત આપવા ઉપરાંત નાણાપ્રધાને દોઢ લાખ સુધીના રોકાણ પરની કરરાહત, સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમ જ મેડિકલેમ, નૅશનલ પેન્શન સિસ્ટમ સહિતની રાહત ગણતરીમાં લેવામાં આવે તો અંદાજે આઠેક લાખ રૂપિયા સુધીની રકમ કરમુક્ત થઈ જવાની આશા છે. મધ્યમવર્ગ (વેપારી હોય કે પગારદાર વર્ગ)ને આ બહુ નોંધપાત્ર રાહત કહી શકાય. ત્રીજું, ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકારે પોતાના વચન મુજબ કદમ આગળ વધાયાર઼્ છે, જેમાં ૨૨ જેટલા પાક પરની મિનિમમ સર્પોટ પ્રાઇસ પચાસ ટકા વધારી આપી છે. આ સાથે નાના ખેજૂતો, જેમની જમીન બે હેક્ટર સુધીની છે, તેમને ખાતામાં વરસે છ હજાર રૂપિયા સીધા જમા થાય એવી જોગવાઈ કરવાની જાહેરાત કરી છે. આ રૂપિયા બે હજારના ત્રણ હપ્ïતામાં સીધા જમા થશે. સરકારે ખેડૂતલક્ષી નીતિ બનાવવાનું લક્ષ્ય ભારપૂવર્ક વ્યક્ત કર્યું છે. ચોથું, હેલ્થકૅર માટે સરકારે આયુષ્માન ભારતને વધુ વ્યાપક અને નક્કર બનાવવા પર પણ જોર આપ્યું છે. પાંચમું, સ્વચ્છતા અભિયાન હવે રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે, જેને સરકારે આગળ જતાં વધુ શક્તિશાળી અને સચોટ બનાવવા પર જોર આપ્યું છે. છઠ્ઠું, ગ્રામ્યલક્ષી અભિગમ સાથે સરકારે ઘેર-ઘેર વીજળી, LPG (ઉજ્વલા યોજના) પહોંચાડવાની યોજનાને વેગ આપવાનું પણ લક્ષ્ય દર્શાવ્યું છે અને એના અમલ માટે જોગવાઈ કરી છે. મનરેગા માટે વધુ ફાળવણી કરી છે. સાતમું, શહેરોમાં ઘરની સમસ્યા અને વિભક્ત પરિવારના ચલણને ધ્યાનમાં રાખી સરકારે બે ઘર સુધી કરરાહત આપી છે. આઠમું, કિસાન ક્રેડિટ કાર્ડની યોજના હેઠળ અન્ય સમાન સ્તરના વર્ગને પણ આવરી લીધા છે. ગૌમાતા (રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને ગોકુલ મિશન) માટે વધુ ફાળવણી કરી છે તેમ જ પશુપાલન, માછીમારી માટે પણ રાહતો જાહેર કરી છે. નવમું, કામદાર વર્ગ માટે નૅશનલ પેન્શન સિસ્ટમ, એમ્પ્લૉઈ ઇન્શ્યૉરન્સ સ્કીમ, ગ્રૅચ્યુઇટી વગેરેને વધુ ઉદાર બનાવાયાં છે. દસમું, ઘરકામ કરતા વર્ગ માટે જેમની આવક મહિનાની ૧૫ હજાર રૂપિયા સુધીની છે, તેમને નિવૃત્તિ બાદ એટલે કે ૬૦ વરસની ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળે એવી સુવિધા કરી આપી છે. આ માટે આ વર્ગે મહિને માત્ર ૧૦૦ રૂપિયા ફાળવવાના રહેશે. બિનસંગઠિત ક્ષેત્રના આશરે ૧૦ કરોડ લોકોને આનાથી લાભ થશે એવી આશા છે.

આ દસ વિઝન જાણવાં જોઈએ

હવે સરકારનાં આગામી ૧૨ વરસનાં અર્થાત્ ૨૦૩૦ સુધીનાં દસ વિઝનને જોઈએ, કારણ કે આ વિઝન જ દર્શાવે છે કે સરકાર દેશને કઈ દિશામાં આગળ લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આ વિઝન પરથી ખ્યાલ આવી શકે છે કે આ બજેટ ચૂંટણીલક્ષી હોવા છતાં એને માત્ર ચૂંટણીલક્ષી ન કહી શકાય.

પહેલું વિઝન, સરકાર ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસની જેમ ઇઝ ઑફ લિવિંગ પણ બનાવવા માગે છે, જેથી આગામી વરસોમાં ફિઝિકલ અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન અપાશે. બીજું, વિઝન સ્વરૂપે રોડ, રેલવે, ઍરર્પોટ, અર્બન વિકાસ, ઇન્લૅન્ડ વૉટરવેઝ, બધાને ઘર, સ્વચ્છતા, વિજ્ઞાન અને શિક્ષણ પર ફોકસ વધારાશે. ત્રીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત બધાં જ સેક્ટરમાં ડિજિટલ ઇન્ડિયા પર જોર અપાશે જેમાં રોજગારસર્જનનો પણ સમાવેશ થશે. ચોથું, પૉલ્યુશન-ફ્રી ઇન્ડિયા બનાવવા માટે સરકાર આવશ્યક પગલાં લેશે, જેના ભાગરૂપે ઇલેક્ટિÿકલ વાહનો લવાશે, પરિણામે એનર્જી‍-ટ્રાન્સર્પોટ રેવલ્યુશન થશે. દેશની ગૅસ અને ક્રૂડની આયાત ઘટશે, વિદેશી હૂંડિયમાણ બચશે. પાંચમા વિઝનમાં સરકાર ગ્રામ્ય ઔદ્યોગિકીકરણ વધારશે, ગામના લોકોને શહેર જેવી સુવિધા પ્રાપ્ïત થાય એવી યોજના અમલમાં મુકાશે. છઠ્ઠા વિઝનમાં નદીઓને સ્વચ્છ કરવાની ઝુંબેશ ચાલશે, જેમાં સિંચાઈને લાભ થાય, લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે એવું બનશે. સાતમા વિઝન તરીકે સરકાર સ્પેસ પ્રોગ્રામને વેગ આપશે. આઠમું, અનાજક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવામાં આવશે. નવમા વિઝનમાં સરકારનું લક્ષ્ય હેલ્ધી ઇન્ડિયા પર જોર આપશે, આયુષ્માન ભારત સ્કીમ અને આધુનિક કૃષિ પર ભાર મુકાશે અને દસમા વિઝનમાં સરકાર મિનિમમ ગવર્નમેન્ટ અને મૅક્સિમમ ગવર્નનન્સ વધારશે.

આ પણ વાંચો : Budget 2019:5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

બજારે બજેટ વધાવ્યું

શૅરબજારે શરૂમાં તો આ બજેટને વધાવી લીધું હતું અને માર્કેટે સાડાચારસો પૉઇન્ટ સુધી ઉછાળો પણ દર્શાવ્યો હતો, પણ પછીથી એમાં પ્રૉફિટબુકિંગ આવતું ગયું હતું, જેને લીધે માર્કેટમાં કરેક્શન જોવાયું હતું. જોકે બજેટની આશાઓ પર આગલા દિવસે જ માર્કેટે સાડાછસો પૉઇન્ટનો હેવી કૂદકો માર્યો જ હતો, જેથી બજેટના દિવસે મોટી રિકવરી બાદ કરેક્શન સહજ હતું. સેન્સેક્સ ૨૧૨ પૉઇન્ટ અને નિફ્ટી ૬૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. જોકે લાંબા ગાળે આ બજેટ બજારને બૂસ્ટ આપશે એવું માની શકાય. જોકે આ માટે મોદી સરકારે ચૂંટણીની પરીક્ષામાંથી સફળતાપૂવર્ક પસાર થવાનું રહેશે.

Budget 2019