બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર એક સપ્તાહમાં અઢી ગણું વધીને ૧,૭૨,૯૬૦ કરોડની નવી સપાટીએ

10 June, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે ૬.૩૪ લાખ સોદાઓમાં કુલ ૨૭.૫૪ લાખ કૉન્ટ્રૅક્ટ્સનું કામકાજ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

બીએસઈના તાજેતરમાં રીલૉન્ચ કરવામાં આવેલા એસઍન્ડપી સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સનું ટર્નઓવર ચોથા સપ્તાહની સમાપ્તિએ ૧,૭૨,૯૬૦ કરોડના નવા શિખરે પહોંચ્યું હતું. ઑપ્શન્સમાં ૧,૭૨,૯૧૭ કરોડ અને ફ્યુચર્સમાં ૪૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું. શુક્રવારે ૬.૩૪ લાખ સોદાઓમાં કુલ ૨૭.૫૪ લાખ કૉન્ટ્રૅક્ટ્સનું કામકાજ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૨,૬૫૦ કરોડ રૂપિયાના ૨.૦૨ લાખ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ્સની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ અને બૅન્કેક્સના રીલૉન્ચિંગ બાદ ઓપન ઇન્ટરેસ્ટનો આંકડો એકધારો વધતો જાય છે.

bombay stock exchange business news share market