7 ટ્રી ઇન્વેસ્ટમેન્ટથી રોકાણકારો સાવધ રહે: બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ

07 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કંપનીથી સાવધ રહેવું અને એની નોંધ લેવી કે એ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (‍BSE)ની મેમ્બર નથી કે મેમ્બરની અધિકૃત હસ્તી નથી એમ એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે.

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર

7 ટ્રી ઇન્વેસ્ટમેન્ટ નામે એક કંપની રિસર્ચ ઍનલિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન વિના મૂડીરોકાણ તેમ જ ટ્રેડિંગની ભલામણો કરવાની અનધિકૃત પ્રવૃત્તિ કરી રહી છે, જેનો ફોન નંબર 94254 24820 છે, એની વેબસાઇટ https://7treesinvestment.in/ છે અને સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ પર ઉપસ્થિતિ ધરાવે છે. આ કંપનીથી સાવધ રહેવું અને એની નોંધ લેવી કે એ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (‍BSE)ની મેમ્બર નથી કે મેમ્બરની અધિકૃત હસ્તી નથી એમ એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે.

એક્સચેન્જ રોકાણકારોને અનુરોધ કરે છે કે તેઓ રજિસ્ટર્ડ ઇન્ટરમિડિયરીઝ સાથે જ વ્યવહાર કરે. રજિસ્ટર્ડ ઇન્ટરમિડિયરીઝની યાદી એક્સચેન્જની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

bombay stock exchange mutual fund investment foreign direct investment cyber crime whatsapp crime news news business news finance news