સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે BSE સ્ટાર્ટઅપ્સ લૉન્ચ કરવામાં આવ્યું

27 December, 2018 02:38 PM IST  | 

સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે BSE સ્ટાર્ટઅપ્સ લૉન્ચ કરવામાં આવ્યું

BSE બિલ્ડિંગ


એશિયાના સૌથી જૂના એક્સચેન્જ BSE (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ)એ સ્ટાર્ટઅપ્સ માહોલને ઉત્તેજન આપવા બાવીસ ડિસેમ્બરથી એક પ્લૅટફૉર્મ BSE સ્ટાર્ટઅપ્સ લૉન્ચ કર્યું છે. આ પ્લૅટફૉર્મ લૉન્ચ કરવાના ભાગરૂપે એક્સચેન્જે કૉર્નરસ્ટોન વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર્સ અને વેન્ચર કેટેલિસ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે એક કરાર કર્યો છે.

બન્ને કંપની સાથેના વ્યૂહાત્મક કરારને પગલે BSE ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઇનેબલ્ડ સેક્ટર, બાયો ટેક્નૉલૉજી, લાઇફ સાયન્સિસ, ૩ડી પ્રિન્ટિંગ, સ્પેસ ટેક્નૉલૉજી અને ઈ-કૉમર્સ જેવાં ક્ષેત્રોનાં સ્ટાર્ટઅપ્સને વધુ પ્રોત્સાહન પૂરું પાડી શકશે.

આ પ્લૅટફૉર્મ હાઈ-ટેક ડિફેન્સ, ડ્રોન્સ, નૅનો-ટેક્નૉલૉજી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, વચ્યુર્‍અલ રિયલિટી, ઈ-ગેમિંગ, રોબોટિક્સ, જિનેટિક એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રોની કંપનીઓના લિસ્ટિંગમાં પણ  સહાયક બનશે.

BSE સ્ટાર્ટઅપ્સના લૉન્ચિંગ પ્રસંગે ગ્લ્ચ્ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે ‘ભારતમાં BSE મૂડીવાદનું મૂળ રહ્યું છે. BSEએ દેશને બે ટ્રિલ્યન ડૉલરથી અધિક સંપત્તિ સર્જવામાં સહાય કરી છે. ભવિષ્યમાં યુવા સાહસિકોને ઓછી મૂડીની જરૂર પડશે, પરંતુ તેઓ પ્રચંડ સંપત્તિસર્જન કરી શકશે.’

ભારતીય યુવાનોએ વધુ ને વધુ સ્ટાર્ટઅપ્સમાં સામેલ થવાની જરૂર છે અને BSE સ્ટાર્ટઅપ્સ પ્લૅટફૉર્મ પરથી તેમણે ભંડોળ એકઠું કરવું જોઈએ. હજારો યુવાન હાઈ-ટેક કંપનીઓએ આગળ આવવું જોઈએ અને રોકાણકારો પાસેથી ભંડોળ એકઠી કરી વેપાર સાહસિકોને, રોકાણકારોને અને દેશને સંપત્તિસર્જનમાં તેમ જ અસંખ્ય રોજગારસર્જનમાં સહાય કરવી જોઈએ.

આ પ્રસંગે મહારાષ્ટ્રના ઉદ્યોગ અને ખાણકામ ખાતાના પ્રધાન સુભાષ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ટાઇ-અપ મુંબઈના સ્થાપક પ્રેસિડન્ટ અને ઑનવર્ડ ટેક્નૉલૉજીના એક્ઝિક્યુટિવ ચૅરમૅન હરીશ મહેતા, ધ ઇન્ડસ ઑન્ટ્રિપ્રનર્સ મુંબઈના સ્થાપક અને હેક્ઝાવેર ટેક્નૉલૉજીના ચૅરમૅન અતુલ નિસર, બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણ અને હેડ BSE લ્પ્ચ્ અજય ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.