ભારત કે વીરોં કે નામ, સ્ટૉકમાર્કેટ કા સલામ

21 February, 2019 10:18 AM IST  | 

ભારત કે વીરોં કે નામ, સ્ટૉકમાર્કેટ કા સલામ

BSE બિલ્ડિંગ

ભારતના તાજેતરમાં શહીદ થયેલા જવાનોની ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ સાથે લાગણીની લહેર પણ ફેલાવી દીધી છે જેમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પણ સામેલ છે. એના કર્મચારીઓએ પોતાની એક દિવસની સૅલેરી આ શહીદોના પરિવારો માટે દાનમાં આપી દીધી છે, જ્યારે આ સાથે ‘ભારત કે વીરોં કે નામ, સ્ટૉકમાર્કેટ કા સલામ’ જેવા ટાઇટલ સાથે એક નવી ઝુંબેશ પણ શરૂ કરી છે.

આ ઝુંબેશના ભાગરૂપ લોકો સીઆરપીએફ જવાનો માટે પોતાનો વિડિયો સંદેશ મોકલી શકે અથવા ઈ-મેઇલ મારફત સંદેશ મોકલી શકે એવી ખાસ વ્યવસ્થા કરાઈ છે. BSE, BSE બ્રોકર્સ ફૉરમ અને અસોસિએશન ઑફ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ મેમ્બર્સે મળીને સંયુક્ત રીતે આ વ્યવસ્થા ઊભી કરી છે જેમાં લોકો આ જવાનોના સર્પોટમાં પોતાનો એક મિનિટ સુધીનો વિડિયો bse.veerbseindia.com પર અથવા મોબાઇલ-નંબર ૯૮૧૯૬ ૬૪૬૪૧ પર વૉટ્સઍપ મારફત મોકલી શકે છે. આ ત્રણેય સંસ્થા જવાનો માટે ફન્ડ પણ એકઠું કરી રહી છે.

આ પણ વાંચોઃ HSBCના નબળાં પરિણામોથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધતાં સોનું ઊછળ્યું

આ ઉપરાંત લોકો પોતાનો મેસેજ મોકલવા માટે BSE દ્વારા ઊભા કરાયેલા કિઓસ્ક સેટ-અપનો પણ ઉપયોગ કરી શકે છે. આ સેટ-અપ વ્યવસ્થા ૨૦થી ૨૨ ફેબ્રુઆરી દરમ્યાન સવારે ૧૦થી સાંજે પાંચ સુધી ર્નોટન હૉલ, BSE ઇન્ટરનૅશનલ કન્વેન્શન હૉલની પાછળ, પહેલે માળે, પી.જે. ટાવર, દલાલ સ્ટ્રીટ, ર્ફોટ, મુંબઈ ખાતે ઉપલબ્ધ કરાઈ છે. આમાંથી અમુક પસંદ કરાયેલા મેસેજ ગ્લ્ચ્ની વેબસાઇટ પર પણ મુકાશે.