BSEએ વારાણસીમાં મેગા ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ શિક્ષિત સે વિકસિત યોજ્યો

30 August, 2025 06:57 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

રોકાણકારોને શિક્ષણ મારફત જાગૃત કરવા અને સાઇબર-ગુના અને કૌભાંડોથી વાકેફ કરવાનો ઉદ્દેશ આ કાર્યક્રમનો હતો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના સહયોગમાં વારાણસીમાં એક મેગા ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ શિક્ષિત સે વિકસિત યોજ્યો હતો. એનું સંચાલન  BSEના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફન્ડ (IPF) દ્વારા કરવામાં આવ્યું હતું.

રોકાણકારોને શિક્ષણ મારફત જાગૃત કરવા અને સાઇબર-ગુના અને કૌભાંડોથી વાકેફ કરવાનો ઉદ્દેશ આ કાર્યક્રમનો હતો. આ કાર્યક્રમમાં રીટેલ રોકાણકારોને રસપ્રદ શૈલીમાં માહિતી પૂરી પાડવા બધી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સે સ્ટૉલ સ્થાપ્યા હતા, જેમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ, નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ, નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ, મેટ્રોપૉલિટન સ્ટૉક એક્સચેન્જ અને અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયાનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પોલીસ-અધિકારીઓ, વેપાર-સાહસિકો અને રોકાણકારો અને કૉર્પોરેટ પ્રતિનિધિઓ સહિત ૬૦૦ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ૬૦ ટકાથી અધિક મહિલાઓ હતી.

SEBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનીલ કદમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ,  BSE આઇપીએફના હેડ ખુશરો બલસારા અને વારાણસી સાઇબર ક્રાઇમના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વિદુશ સક્સેનાએ વિવિધ પ્રકારના સાઇબર-ગુનાઓ વિશે માહિતી અને  સલાહ રોકાણકારોને પૂરી પાડી હતી. 

આ કાર્યક્રમમાં કૅપિટલ માર્કેટના અગ્રણીઓ દ્વારા પૅનલ ડિસ્કશન અને પ્રેઝન્ટેશન કરાયાં હતાં.

bombay stock exchange varanasi cyber crime crime news share market stock market business news national stock exchange finance news mutual fund investment