BSEએ દેશનો સૌપ્રથમ સાત્ત્વિક ઈન્ડેક્સ લૉન્ચ કર્યો

18 June, 2026 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BSE સાત્વિક 100 ઈન્ડેક્સનું આધાર મૂલ્ય 1000 રાખવામાં આવ્યું છે, જ્યારે એની પ્રથમ મૂલ્ય તારીખ ૨૦ જૂન ૨૦૦૫ છે

ફાઇલ તસવીર

BSEની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે દેશનો પ્રથમ BSE સાત્ત્વિક 100 ઈન્ડેક્સ લૉન્ચ કર્યો છે. આ ઈન્ડેક્સ BSE 500 ઈન્ડેક્સની એવી કંપનીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે જે સાત્ત્વિક સિદ્ધાંતો સાથે સુસંગત છે. BSE સાત્વિક 100 ઈન્ડેક્સનું આધાર મૂલ્ય 1000 રાખવામાં આવ્યું છે, જ્યારે એની પ્રથમ મૂલ્ય તારીખ ૨૦ જૂન ૨૦૦૫ છે. ઈન્ડેક્સનું પુનર્ગઠન દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં કરવામાં આવશે.

BSE ઇન્ડેક્સ સર્વિસિસના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશુતોષ સિંહે જણાવ્યું કે આ ઈન્ડેક્સ એવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે જેઓ પોતાનાં રોકાણના નિર્ણયો મૂલ્ય આધારિત અને નૈતિક સિદ્ધાંતો સાથે સુસંગત રાખવા ઇચ્છે છે તેમના જણાવ્યા અનુસાર રોકાણકારોની પસંદગી હવે માત્ર નાણાકીય માપદંડો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ એમાં નૈતિક, સાંસ્કૃતિક અને તત્ત્વજ્ઞાન આધારિત પાસાં પણ મહત્ત્વ પામી રહ્યાં છે.

નવો ઈન્ડેક્સ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ, ઈન્ડેક્સ ફન્ડ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ વ્યૂહરચનાઓ, મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓ અને ફન્ડ પોર્ટફોલિયોના બેન્ચમાર્ક તરીકે ઉપયોગી બની શકે છે. BSEના મતે આ ઇન્ડેક્સ રોકાણકારોને નવી તકો ઉપલબ્ધ કરાવશે અને મૂલ્ય આધારિત રોકાણ ઉત્પાદનોના વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડશે.

bombay stock exchange business news sensex nifty share market stock market