પ્રૉફિટ બુકિંગને પગલે બજારમાં મોટો ઘટાડો

06 October, 2012 05:52 AM IST  | 

પ્રૉફિટ બુકિંગને પગલે બજારમાં મોટો ઘટાડો



(શૅરબજારનું ચલકચલાણું)

સરકાર આર્થિક સુધારાની જાહેરાત કરશે એવી અપેક્ષાએ ગુરુવારે સેન્સેક્સમાં ૧૮૮.૪૬નો ઉછાળો જોવા મળ્યો હતો. ગુરુવારે બજાર બંધ થયા પછી સાંજે સરકારે પેન્શન, ઇન્શ્યૉરન્સ તેમ જ અન્ય સેક્ટર માટે મહત્વના નર્ણિયોની જાહેરાત કરી એને પગલે ગઈ કાલે સવારે સેન્સેક્સ ગુરુવારના ૧૯૦૫૮.૧૫ના બંધ સામે વધીને ૧૯૧૧૫.૮૯ ખૂલ્યો હતો. જોકે વધેલા બજારમાં મોટા પાયે નફારૂપી વેચવાલી આવવાને કારણે સેન્સેક્સ ઘટ્યો હતો. યુરોપિયન બજારો પૉઝિટિવ ખૂલવાને કારણે બપોર પછી સુધારો જોવા મળ્યો હતો.

દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૯,૧૩૭.૨૯ અને ઘટીને નીચામાં ૧૮,૭૫૭.૩૪ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે સેન્સેક્સ ૧૧૯.૬૯ ઘટીને ૧૮,૯૩૮.૪૬ બંધ આવ્યો હતો. સેન્સેક્સ ૧૯,૦૦૦ પૉઇન્ટ્સની નીચે બંધ રહ્યો હતો. નિફ્ટી ૪૦.૬૫ ઘટીને ૪૭૪૬.૯૫ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૫૭૫૦ પૉઇન્ટ્સની નીચે બંધ આવ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૩.૧૨ ઘટીને ૬૬૭૮.૭૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૬૫.૧૬ ઘટીને ૭૧૪૫.૭૧ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૬ વધ્યાં હતાં અને ૭માં ઘટાડો થયો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૧૪૫.૩૩ ઘટીને ૧૩,૨૧૨.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૨ના ભાવમાં ઘટાડો થયો હતો. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૮૨ ટકા ઘટીને ૨૯૬.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ ૨.૬૫ ટકા, કૅનેરા બૅન્કનો ૨.૪૯ ટકા અને આઇડીબીઆઇ બૅન્કનો ૧.૮૮ ટકા ઘટ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૦૫.૮૩ ઘટીને ૭૪૨૭.૧૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૬ કંપનીના ભાવ ઘટ્યા હતા. અરવિંદો ફાર્માનો ભાવ સૌથી વધુ ૩.૭૪ ટકા ઘટીને ૧૩૮.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ડિવીઝ લૅબોરેટરીઝનો ભાવ ૨.૯૧ ટકા, બાયોકૉનનો ૨.૬૭ ટકા અને સન ફાર્માનો ૨.૪૮ ટકા ઘટ્યો હતો. ઑપ્ટો સર્કિટ્સનો ભાવ સૌથી વધુ ૨.૨૨ ટકા વધીને ૧૩૮.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૯૭.૧૨ ઘટીને ૫૯૧૦.૯૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવમાં ઘટાડો થયો હતો. એચસીએલ ટેક્નૉલૉજીઝનો ભાવ સૌથી વધુ ૨.૭૪ ટકા ઘટીને ૫૭૩.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રનો ૨.૫૬ ટકા અને વિપ્રોનો ૨.૪૧ ટકા ઘટ્યો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૫૭.૭૧ વધીને ૧૦,૪૯૨.૯૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૩ના ભાવ વધ્યા હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૨.૨૪ ટકા વધીને ૨૮૦.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૉશ લિમિટેડનો ભાવ સૌથી વધુ ૨.૮૪ ઘટીને ૮૬૭૧ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૭ શૅર્સ ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૭ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સિમ્ફની, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનૅન્સ, ઇન્ડિયાબુલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કજરિયા સિરૅમિક્સ વગેરેનો સમાવેશ છે. ૪ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૦૭૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૭૮૬ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

એચડીએફસી

એચડીએફસીનો ભાવ ૪.૮૯ ટકા ઘટીને ૭૪૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૭૫.૫૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૭૩૮.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૯૦૮.૫૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૨૫૧.૨૩ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. ગ્લોબલ ફન્ડ હાઉસ કાર્લી કંપનીમાંથી એનો ૩.૭૦ ટકા જેટલો હિસ્સો ૪૦૦૦થી ૪૫૦૦ કરોડ રૂપિયામાં વેચવાનો પ્લાન ધરાવે છે એવા સમાચારને પગલે શૅરનો ભાવ ઘટ્યો હતો.

અદાણી પાવર

અદાણી પાવરનો ભાવ ૩.૦૮ ટકા ઘટીને ૫૩.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૬ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૨૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૬.૦૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૧૧.૨૧ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. પ્રમોટર ગ્રુપની કંપની અદાણી ઍગ્રો કંપનીના ૩.૫૫ કરોડ શૅર્સ વેચવાનો પ્લાન ધરાવે છે.

આઇવીઆરસીએલ


આઇવીઆરસીએલ લિમિટેડનો ભાવ ૬.૦૮ ટકા ઘટીને ૪૪.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૭.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૬.૬૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૮.૫૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૬૩.૨૩ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. ઍસ્સેલ ગ્રુપે કંપનીના ૧૩૭ લાખ શૅર્સનું વેચાણ શૅરદીઠ સરેરાશ ૫૦ રૂપિયાના ભાવે ઓપન માર્કેટમાં કર્યું છે.

એમકે ગ્લોબલ

એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલનો ભાવ ૯.૮૬ ટકા ઘટીને ૩૧.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૫.૪૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૧.૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૮.૦૨ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૨૫,૪૩૭ શૅર્સનાં કામકાજ થયાં હતાં. ગઈ કાલે ઑર્ડર પ્લેસિંગમાં ભૂલને કારણે નિફ્ટીમાં જે ૯૦૦ પૉઇન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો એ માટે કંપની જવાબદાર હોવાની નૅશનલ સ્ટૉક એક્સચેન્જે જાહેરાત કરી હતી.

એવરોન એજ્યુકેશન

એવરોન એજ્યુકેશનનો ભાવ ૭.૬૧ ટકા વધીને ૧૬૬.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૫.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૫.૦૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. એજ્યુકૉમ્પ સૉલ્યુશન્સનો ભાવ ૬.૮૭ ટકા વધીને ૧૭૫.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૮૨.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કૅબિનેટે ગુરુવારે ૧૨મી પંચવર્ષીય યોજનાના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. આ યોજનામાં એજ્યુકેશન, હેલ્થ વગેરે જેવા સ્પેશ્યલ સેક્ટરના ફન્ડિંગમાં વધારો કરવાની દરખાસ્ત છે.