03 May, 2025 06:39 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના બીજિંગ શહેરના વહીવટકર્તાઓએ બ્લૉકચેઇન મારફત ડિજિટલ ઍસેટ્સનો વધુ સારી રીતે ઉપયોગ કરવા આગામી બે વર્ષ માટેની કાર્યયોજના ઘડી છે. એમનું કહેવું છે કે ઔદ્યોગિક સ્તરે ડિજિટલાઇઝેશન કરવા માટે તથા ઉપયોગી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે બ્લૉકચેઇન અગત્યની ટેક્નૉલૉજી છે.
મંગળવારે બીજિંગ મ્યુનિસિપલ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમિશન તથા અન્ય સરકારી સંસ્થાઓએ સંયુક્તપણે પત્રકાર પરિષદમાં ઉક્ત જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ક્રિપ્ટો માઇનિંગ અને ક્રિપ્ટો ક્ષેત્રે સંશોધન કરવાનો સમાવેશ થાય છે. ક્રિપ્ટોગ્રાફીમાં કંઈક નવું કરવા માટે બ્લૉકચેઇન સૉફ્ટવેર વિકસાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.
દરમ્યાન મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધનીય સુધારો થયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૯૮ ટકા વધીને ૨.૯૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં એક ટકા વૃદ્ધિ થતાં ભાવ ૯૪,૮૧૮ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૨.૬૮ ટકા, એક્સઆરપીમાં ૦.૫૪ ટકા, સોલાનામાં ૦.૯૯ ટકા, ડોઝકૉઇનમાં ૧.૧૭ ટકા અને કાર્ડાનોમાં ૨.૪૨ ટકા વધારો થયો હતો.