આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ચીનની સરકારી બૅન્ક 15,000 કરોડ રોકશે

19 August, 2020 10:46 AM IST  |  Beijing | Agencies

આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ચીનની સરકારી બૅન્ક 15,000 કરોડ રોકશે

આઇસીઆઇસીઆઇ બૅન્ક

ભારતમાં સૈનિકો સાથેની અથડામણ બાદ દેશમાં ચીનના માલના સામાનના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલ સર્જાયો હતો, પણ બૉયકૉટ ચાઇનાની મુહિમ વચ્ચે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ચીનની સરકારી બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ભાગીદારી ખરીદી છે. જોકે જાણકારોનું કહેવું છે કે આ ખરીદી દેશહિત માટે કોઈ પણ રીતે ખતરો નહીં બને.

ગયા વર્ષે માર્ચમાં ચીનની બૅન્કે એચડીએફસી બૅન્કમાં પોતાનું રોકાણ વધારીને ૧ ટકાથી વધારે કર્યું હતું, ત્યારે પણ આ મામલે ખૂબ જ હંગામો થયો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત ૩૫૭ સંસ્થાગત રોકાણકારોમાં સામેલ છે જેઓએ હાલમાં આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કર્યું છે. આઇસીઆઇસીઆઇ બૅન્કે ફાઇનૅન્સ ભેગું કરવા માટે રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ટાર્ગેટ ગયા અઠવાડિયે પૂર્ણ થયો હતો.

icici bank beijing china business news