બૅન્કોનો નફો ૨૦૦૦ કરોડ રૂપિયા ઘટશે

02 November, 2012 05:44 AM IST  | 

બૅન્કોનો નફો ૨૦૦૦ કરોડ રૂપિયા ઘટશે

અગાઉ આ જોગવાઈ બે ટકા હતી. આને કારણે બૅન્કોના ચોખ્ખા નફામાં ૨૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની અપેક્ષા છે. માર્ચ ૨૦૧૨ના અંતે કુલ લોન રીસ્ટ્રક્ચરિંગની રકમ ૨,૦૬,૪૯૩ કરોડ રૂપિયા જેટલી હતી. ઇકૉનૉમિક સ્લોડાઉનને કારણે કૉર્પોરેટ સેક્ટર દ્વારા લોન રીસ્ટ્રક્ચરિંગમાં આ વર્ષે પણ સતત વધારો થઈ રહ્યો છે. ઍનલિસ્ટ્સનું માનવું છે કે પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોની સરખામણીએ પબ્લિક સેક્ટરની બૅન્કોના ચોખ્ખા નફામાં વધુ ઘટાડો થશે.

ઍનલિસ્ટ્સનું માનવું છે કે બૅન્ક ઑફ ઇન્ડિયાનો નફો ૪.૫૦ ટકા, અલાહાબાદ બૅન્કનો ૩.૪૦ ટકા, કૉર્પોરેશન બૅન્કનો ૩.૩૦ ટકા, પંજાબ નૅશનલ બૅન્કનો ૨.૯૦ ટકા, આંધ્ર બૅન્કનો ૨.૮૦ ટકા, કૅનેરા બૅન્કનો ૨.૮૦ ટકા, યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૨.૫૦ ટકા, એસબીઆઇનો ૧.૫૦ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્કનો માત્ર ૦.૩૦ ટકા, ઍક્સિસ બૅન્કનો ૦.૪૦ ટકા અને એચડીએફસી બૅન્કનો ફક્ત ૦.૧૦ ટકા ઘટશે.

એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન