વિડિયોકૉનની યુનિટી અપ્લાયન્સીસની મિલકતો બૅન્ક ઑફ મહારાષ્ટ્રે વેચવા કાઢી

13 March, 2019 09:49 AM IST  | 

વિડિયોકૉનની યુનિટી અપ્લાયન્સીસની મિલકતો બૅન્ક ઑફ મહારાષ્ટ્રે વેચવા કાઢી

એણે આ કંપની પાસેથી ૧૫૩.૭૭ કરોડ રૂપિયાની લોનની વસૂલી કરવાની છે. તામિલનાડુમાં પ્લાન્ટ ધરાવતી આ કંપની ઍર-કન્ડિશનર તથા ટેલિવિઝનનું નિર્માણ કરે છે. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ અને એના પ્રમોટર વેણુગોપાલ ધૂત તથા પી. એન. ધૂત યુનિટીના ગૅરન્ટર છે.

આ પણ વાંચોઃ MSTC આજે ખૂલનારા IPO દ્વારા સરકારને ૨૨૬ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે

નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે જેમના માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની છે એવા ૨૮ મોટા ડિફોલ્ટરોની યાદી બહાર પાડી છે. વિડિયોકૉન ગ્રુપ એમાંનું એક ડિફૉલ્ટર છે. આ કંપનીઓમાં ભૂષણ સ્ટીલ લિમિટેડ, જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ, લેંકો ઇન્ફ્રાટેક, મોનેટ ઇસ્પાત ઍન્ડ એનર્જી‍, જ્યોતિ સ્ટ્રક્ચર્સ, એમટેક ઑટો, ઇરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને એબીજી શિપયાર્ડ લિમિટેડનો સમાવેશ થાય છે. આ બધાં અકાઉન્ટ મળીને કુલ ૧.૭૫ લાખ કરોડ રૂપિયાની લોન પાછી લેવાની નીકળે છે.

news