બજાજ એનર્જી‍એ ૫૪૫૦ કરોડ રૂપિયા એકત્ર કરવા પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું

11 April, 2019 11:07 AM IST  | 

બજાજ એનર્જી‍એ ૫૪૫૦ કરોડ રૂપિયા એકત્ર કરવા પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું

બજાજ એનર્જી‍એ લલિતપુર પાવર જનરેશન કંપની સાથે મળીને ઇનિશ્યલ પબ્લિક ઑફર (ત્ભ્બ્) દ્વારા ૫૪૫૦ કરોડ રૂપિયા એકત્ર કરવા બજાર નિયામક સેબીમાં પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે. આ ઑફરમાં ૫૧૫૦ કરોડ રૂપિયાની કંપનીની નવી શૅરમૂડીનો અને ૩૦૦ કરોડ રૂપિયા સુધીની બજાજ પાવર વેન્ચર્સ દ્વારા ઇક્વિટીની ઑફર ફૉર સેલનો સમાવેશ થાય છે.

કંપનીએ એનો ફોડ પાડ્યો નથી કે તે ઇશ્યુ ક્યારે ખોલવાની છે. કંપની ઇશ્યુનાં નાણાં લલિતપુર પાવરના ૬૯.૯ લાખ ઇક્વિટી શૅર્સ બજાજ પાવર વેન્ચર્સ અને બજાજ હિંદુસ્તાન શુગર પાસેથી ૪૯૭૨ કરોડ રૂપિયામાં સંપાદન કરવામાં વાપરશે. બજાજ પાવર બજાજ એનજીની સંપૂર્ણ ઇક્વિટી ધરાવે છે. બજાજ એનર્જી‍ ૨૪૩૦ મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.

news