13 વર્ષ પછી રસ્તા પર ફરી દોડશે બજાજ ચેતક, નવા લૂકમાં લૉન્ચ થશે સ્કૂટર

04 April, 2019 07:39 PM IST  | 

13 વર્ષ પછી રસ્તા પર ફરી દોડશે બજાજ ચેતક, નવા લૂકમાં લૉન્ચ થશે સ્કૂટર

બજાજ ચેતક

બે દાયકા પહેલા ભારતના રસ્તાઓ પર ટુ વ્હીલર વાહનોમાં સ્કુટરનો દબદબો હતો અને તે પણ બજાજના ચેતકનો. પણ બદલાતા સમયની અને ટેક્નિકોના યુગમાં સ્કૂટરની જગ્યા સ્કૂટીએ લઈ લીધી. પણ સ્કૂટીના વિશ્વને ફરી ટક્કર આપવા બજાજે ફરી કમ્મર કસી લીધી છે. બજાજ પોતાના લોકપ્રિય સ્કૂટર ચેતકની ફરી લૉન્ચિંગની તૈયારી કરે છે. ચેતક સ્ટાઇલિશ લૂક અને એડવાન્સ ફીચર્સ સાથે લૉન્ચ કરવામાં આવશે.

3 દાયકા સુધી માર્કેટમાં કર્યું રાજ

બજાજ ચેતકનું ઉત્પાદન 1972માં શરૂ કરવામાં આવી. લગભગ 3 દાયકા સુધી બજારમાં તેનો ઈજારો કાયમ રહ્યો, પણ ધીમે ધીમે તેનો ક્રેઝ ઘટવા લાગ્યો અને 2006માં તેનું પ્રૉડક્શન બંધ કરી દેવામાં આવ્યું. 34 વર્ષ દરમિયાન કંપનીએ આ બે સ્ટ્રોક એન્જિનથી ચાર સ્ટ્રોક એન્જિનમાં અપગ્રેડ કરી તેમજ તેની ડિઝાઇનમાં પણ ફેરફારો કરવામાં આવ્યા. પણ, ઑટોમેટિક બાઇકના માર્કેટમાં આવવાથી ધીમે ધીમે આનું ચલણ ઘટ્યું અને પછીથી સ્કૂટરનું પ્રૉડક્શન બંધ કરી દેવામાં આવ્યું. પોતાના જમાનામાં બજાજ ચેતકનો એક અલગ જ ક્રેઝ હતો. જેમને ગાડીઓમાં રસ હોય તેમના ઘરમાં સ્કૂટર તો હોય જ.

'હમારા બજાજ'ની આખા દેશમાં ધૂમ

બજાજ ચેતક સ્કૂટરનું નામ મહારાણા પ્રતાપ સિંહના ઘોડા ચેતક પર રાખવામાં આવ્યું હતું. સ્કૂટર માર્કેટમાં કબ્જો મેળવવા માટે બજાજે આની એડ્વટાઇઝ કરી હતી, જેમાં ચેતકને હમારા બજાજ ટેગલાઇન આપવામાં આવી હતી. અહીંથી આ સ્કૂટરના વેંચાણમાં મોટો ઉછાળ જોવા મળ્યો હતો.

13 વર્ષ પછી થશે ફરી આવશે બજારમાં

બજાજ કંપની ચેતક સ્કૂટરની નવેસરથી લૉન્ચિંગનું પ્લાન બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે લગભગ 13 વર્ષ પછી બજાજ ચેતકને નવા અવતારમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : લો બોલો,વિજય માલ્યાએ કહ્યું,'ઉધારના પૈસે જીવી રહ્યો છું જિંદગી'

સ્ટાઇલિશ લૂક અને દમદાર ફીચર્સ

જો જૂવા બજાજની વાત કરીએ તો તેમાં 145 સીસી 2-સ્ટ્રોક એન્જિન લગાડેલું હતું જે 10.8 એનએમ ટાર્ક સાથે 7.5 બીએચપી પાવર આપતું હતું. માહિતી મળી છે કે કંપની નવા ચેતકમાં 125 સીસી એન્જિન સાથે લૉન્ચ કરશે. આમાં અલૉય વ્હીલ, USB ચાર્જિંગ પોર્ટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, કંબાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) જેવા ફીચર હશે. આગલા ટાયરમાં ડિસ્ક બ્રેક પણ હશે. માહિતી મળી છે કે નવા ચેતકની કિંમત લગભગ 70,000 રૂપિયા હશે.

બજાજ ચેતકનો નવો અવતાર પ્રીમિયમ હશે અને તેની ટક્કર હોન્ડા એક્ટિવા, પિયાજિયો, વેસ્પા અને અપ્રીલિયા SR150ના ટૉપ વેરિઅન્ટ્સ હશે.

automobiles