ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ 2018-19માં ઓટો ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઘટ્યું

11 April, 2019 12:58 PM IST  |  મુંબઈ

ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ 2018-19માં ઓટો ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઘટ્યું

File Photo

નાણાકિય વર્ષ 2018-19 ઓટો સેક્ટરમાં ગુજરાત માટે સારૂ રહ્યું નથી. રીપોર્ટ પ્રમાણે આ ગત વર્ષે ગુજરાતમાં પેસેન્જર્સ અને ટી વ્હીલર્સની માંગમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018-19 માં 12.5 લાખ ટુ વ્હીલર્સનું રજીસ્ટ્રેશન થયું હતું, જે વર્ષ 2017-18 માં નોંધાયેલા 13.16 લાખ રજીસ્ટ્રેશન પ્રમાણે 5 % ઓછું નોંધવામાં આવ્યું છે.

ગત નાણાકીય વર્ષમાં કારનું 4.5 ટકા ઓછું રજીસ્ટ્રેશન થયું
ગત વર્ષ 2018-19ના નાણાકીય વર્ષમાં ફોર વ્હીલર્સનું રજીસ્ટ્રેશન 3.1 લાખ થયું હતું. જે એ પહેલાના વર્ષ 2017-18 વર્ષમાં 3.3 લાખ થયું હતું. આવી જ રીતે ટી વ્હીલર્સના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2018-19 માં 12.5 લાખ ટુ વ્હીલર્સનું રજીસ્ટ્રેશન થયું હતું, જે વર્ષ 2017-18 માં નોંધાયેલા 13.16 લાખ રજીસ્ટ્રેશન પ્રમાણે 5 % ઓછું નોંધવામાં આવ્યું છે.

ઓટો એક્સપર્ટ પ્રમાણે વેચાણ ઘટવા પાછળ રોકડની અછત માની રહ્યા છે
ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઘણું ખરાબ રહ્યું છે. આપણે હાલ જોયેલા આકડા પ્રમાણે ટૂ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં મોટો ઘટાડો થયો છે. જેને પગલે ઓટો ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટના કહેવા પ્રમાણે વાહનોના રજીસ્ટ્રેશમાં ઘટાડા પાછળ રોકડની અછત અને ખરાબ ફેસ્ટીવલ સીઝન મહત્વના કારણ રહ્યા છે.

જાણો, FADA ના ગુજરાત પ્રમુખે શું કહ્યું
ગુજરાતના ઓટો ઇન્ડસ્ટ્રીના ખરાબ રીપોર્ટ પર ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA) ના ગુજરાત રાજ્યના પ્રમુખ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર ઓટો ઇન્ડસ્ટ્રી માટે હોળી, નવરાત્રી અને દિવાળી મહત્વના તહેવારો હોય છે જેમાં વેચાણ વધતું હોય છે. પરંતુ તેમના કહેવા પ્રમાણે ગત વર્ષે તહેવારોની સીઝન કઇ ખાસ સારી રહી ન હતી જેના કારણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઘટ્યું હતું. નવરાત્રી સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી હતી. આ પણ ઘણા કારણોમાંનું એક કારણ છે કે લોકોએ ટુ વ્હીલર્સ કે કારની ખરીદીનો નિર્ણય પાછો ધકેલી દીધો હોય.

ધીમી ગતીથી ચાલતી ઇકોનોમી પણ જવાબદાર છે
ગુજરાતમાં ગત નાણાકીય વર્ષમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં થયેલા ઘટાડાને લઇને અમદાવાદના ડિલરશિપના મુખ્ય અધિકારી રજનિશ અરોરાના જણાવ્યા અનુસાર ઓટો ઇન્ડસ્ટ્રીના ઘટાડા પાછળ ધીમી ગતીથી ચાલતી ઇકોનોમી મુખ્ય કારણ છે. જેને પગલે મોટા ભાગના સેક્ટરોમાં પૈસાની અછત ઉભી થઇ હતી. આ કારણથી લોકોની ઇનકમમાં ઘટાડો થયો હતો અને તેમણે વાહનો ખરીદવાનું ટાળ્યું હતું.

automobiles