ASSOCHAMની સરકારને સલાહ, 5 લાખ સુધીની આવક કરો ટેક્સ ફ્રી

09 June, 2019 05:05 PM IST  | 

ASSOCHAMની સરકારને સલાહ, 5 લાખ સુધીની આવક કરો ટેક્સ ફ્રી

નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

ઉદ્યોગ મંડળે પણ આ જ સલાહ આપી છે કે કરદાતાઓમાં સમાનતા લાવવા માટે માન્ય કપાતને કાયદાકીય રીતે પ્રમાણભૂત કરાવવા પર ધ્યાન આપવું જોઇએ.

ઉદ્યોગ મંડળ ASSOCHAMએ ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત આવકવેરાની મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની સલાહ આપી છે. નાણાં મંત્રાલયને બજેટ પહેલા સલાહ આપી છે. મંત્રાલયને સોંપવામાં આવેલા માંગણીપત્રમાં ઉદ્યોગમંડળે કહ્યું કે, "વર્ષોથી થતાં ફુગાવાના પ્રભાવને જોતાં વ્યક્તિગત આવક કર છૂટ સીમા 2,50,000 રુપિયાથી વધારીને 5,00,000 રૂપિયા કરવી જોઇએ."સરકાર ચાલુ નાણાંકીય વર્ષનું પોતાનું પૂર્ણ બજેટ પાંચ જુલાઇએ રજૂ કરશે.

ઉદ્યોગ મંડળે પણ આ સલાહ આપી છે કે સેલરાઇડ અને સેલ્ફ એમ્પ્લોઇડ ટેક્સપેયર્સ વચ્ચે જરૂરી સમાનતા લાવવા માટે માન્ય કપાતને કાયદાકીય રીતે પ્રમાણભૂત કરાવવા પર ધ્યાન આપવું જોઇએ. આમાં કહેવાયું છે કે અધિકતમ માનવામાં આવે કે 1,00,000 રૂપિયા સુધી આવકના લગભગ 20 ટકા માન્ય કપાત માટે વિચાર કરી શકાય છે. ઉદ્યોગ મંડળે કહ્યું કે સેલરાઇડ અને પોતાનું કામકાજ કરતાં વ્યક્તિ વચ્ચે ફરક છે. આ કારણે સેલરાઇડને વધુ કર આપવું પડે છે.

આ પણ વાંચો : 5 જુલાઇએ મોદી સરકાર 2.0નું પહેલું બજેટ, અર્થવ્યવસ્થા સામે છે આ પડકારો

એસોચેમે સામાન્ય કરદાતાઓમાં વધું સસ્તી આવક માટે તબીબી ખર્ચ જેમ કે ખર્ચ, મુસાફરીના ખર્ચની રજા પર કર રાહત માટે સૂચન આપ્યું છે. એલટીસી માટે કર છૂટ અત્યારે ફક્ત પ્રવાસ માટે છે અને આમાં રહેવા અને ખાવા પર થતાં ખર્ચ સામેલ નથી. પ્રવાસ દરમિયાન વધુ ખર્ચ ખાવા પીવા પર થતો હોય છે. તેથી છૂટમાં આ બાબતોને પણ સામેલ કરવાની જરૂર છે.

nirmala sitharaman business news