નિફ્ટી ફ્યુચર : ૧૧૦૭૭ ઉપર ૧૧૧૩૩ અને ૧૧૧૮૭ મહત્ત્વની પ્રતિકારક સપાટીઓ

09 September, 2019 08:00 AM IST  |  મુંબઈ | ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

નિફ્ટી ફ્યુચર : ૧૧૦૭૭ ઉપર ૧૧૧૩૩ અને ૧૧૧૮૭ મહત્ત્વની પ્રતિકારક સપાટીઓ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૭૮૫.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૫.૨૫ પૉઇન્ટ નેટ ઘટાડે ૧૦૯૭૩.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૫૧.૦૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૬૯૮૧.૭૭ બંધ રહ્યો. ઉપરમાં ૩૭૧૮૮ ઉપર ૩૭૩૧૪ કુદાવે તો ૩૭૪૯૫, ૩૭૬૫૭, ૩૭૭૩૨, ૩૭૮૦૮, ૩૮૦૭૦, ૩૮૧૭૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૩૬૨૦૯, ૩૬૧૦૨ તૂટશે તો વેચવાલી વધતી જોવાશે. પ્રત્યાઘાતી ઉછાળો જોવાઈ શકે છે જે ભરોસાપાત્ર નથી હોતા. રોકાણકારોએ હાલમાં બજારથી દૂર રહેવું હિતાવહ ગણાશે. શૅરબજારમાં ઘણી વાર આજનું બૉટમ લાંબા સમય માટે ટૉપ બની જતું હોય છે માટે ઘટાડાને રોકાણની તક નહીં, પણ ઉછાળા નીકળવાની તક સમજવી. આટલું સમજાય તો નો પ્રૉબ્લેમ. 

chartsanket@gmail.com

અશોક લેલૅન્ડ (૬૩.૯૦): ૫૬.૯૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮ અને ૭૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૭ તૂટશે તો ૫૧ અને ૪૬ સુધીની શક્યતા જોવા મળે. લેવાલી કરવી નહીં.

રિલાયન્સ (૧૨૨૨.૫૦): ૧૩૦૪.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૭ ઉપર ૧૨૪૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૯૩, ૧૧૮૬ નીચે ૧૧૭૪, ૧૧૬૧ સુધીની શક્યતા જોવા મળે. ૧૨૪૫ ઉપર મંદીમાં રહેવું નહીં.

આ પણ વાંચોઃ બજારને આક્રમક આર્થિક સુધારાની પ્રતીક્ષાઃ ઇન્વેસ્ટરોમાં આશાનો ભાવ, પરંતુ વિશ્વાસનો અભાવ

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭૩૦૬.૦૦): ૨૬૬૧૫.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૪૫૦ અને ૨૭૭૭૫ કુદાવે તો ૨૮૧૨૩, ૨૮૨૪૫, ૨૮૫૩૩, ૨૮૮૫૦ સુધીની શક્યતા
જોવા મળે. નીચામાં ૨૭૨૦૦ નીચે ૨૬૮૬૨, ૨૬૭૧૨, ૨૬૬૧૫ તૂટશે તો નબળાઈ વધશે.

business news