અનિલ અંબાણીએ ફરી કર્યું ડિફોલ્ટઃ સરકારને 490 કરોડ ચુકવવામાં નિષ્ફળ

27 April, 2019 04:02 PM IST  |  મુંબઈ

અનિલ અંબાણીએ ફરી કર્યું ડિફોલ્ટઃ સરકારને 490 કરોડ ચુકવવામાં નિષ્ફળ

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો

અનિલ અંબાણીની આરકોમ ફરી એક વાર સરકારને 492 કરોડનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જેથી તેઓ ફરી સરકારના ડિફોલ્ટર બની ગયા છે. સરકારી અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ ત્રીજી વાર એવું થયું છે કે રિલાયન્સે ડિફોલ્ટ કર્યું છે એટલે કે તેઓ પેમેન્ટ ચુકવવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણીની વધુ એક મુશ્કેલી, NCLATએ અવમાનના અરજી પર માંગ્યો જવાબ

ટ્રિબ્યુનલના આદેશની રાહ
બેન્કરપ્સી પ્રોટેક્શન ફાઈલ કરવાનો નિર્ણય કરનાર દેવામાં ડૂબેલા ઓપરેટરે કહ્યું કે, એપેલેટના એક આદેશના કારણે તેને પેમેન્ટ નથી કરવું. ટેલિકોમ વિભાગે કહ્યું કે તેઓ શો કોઝ નોટિસ આપતા પહેલા કે ઓપરેટર્સ પાસેથી સ્પેક્ટ્રમ પાછા લેતા પહેલા એપેલેટ ટ્રિબ્યુનલના આદેશની રાહ જોશે.

30 એપ્રિલે થશે સુનાવણી
NCLT 30 એપ્રિલે આ કેસની સુનાવણી થશે. ઈન્સોલ્વન્સી ફાઈલ કરવાની આરકોમની અરજી પર ટ્રિબ્યૂનલ એ દિવસે વિચાર કરશે. કેસની માહિતી ધરાવતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સરકારને 492 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવા માટેની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. જેમાં 10 દિવસના ગ્રેસ પીરિયડનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા પણ નથી કર્યું પેમેન્ટ
આરકોમ આ પહેલા 5 એપ્રિલે ટેલિકોમ વિભાગને 281 કરોડ રૂપિયા અને 13 માર્ચના રોજ 21 કરોડ ચુકવવામાં નિષ્ફળ રહ્યું છે. ટેલિકોમ સેક્ટરની આ અગ્રણી કંપની પર આજે 46 હજાર કરોડનું દેવું છે. માર્ચનું જે બાકી પેમેન્ટ હતું તે મુંબઈ સર્કલ માટે હતું. જે બાદ ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીને શો કોઝ નોટિસ આપી હતી અને તેનું લાઈસન્સ અને સ્પેક્ટ્રમ શા માટે પાછું ખેંચી ન લેવું તે માટે પણ ખુલાસો માંગ્યો છે. જો કે એપેલેટ ટ્રિબ્યુનલે આ નોટિસ સામે સ્ટે આપ્યો હતો.

reliance anil ambani