મુશ્કેલીમાં અનિલ અંબાણીઃ 2 કંપનીઓના 95 ટકા શેર્સ રાખ્યા ગિરવે

08 May, 2019 02:32 PM IST  |  મુંબઈ

મુશ્કેલીમાં અનિલ અંબાણીઃ 2 કંપનીઓના 95 ટકા શેર્સ રાખ્યા ગિરવે

મુશ્કેલીમાં અનિલ અંબાણી

અનિલ અંબાણી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. અનિલ અંબાણીની માલિકીની બે કંપનીઓના માર્ચ 2019ના અંત સુધીમાં 95 ટકાથી વધુ શેર્સ ઋણદાતાઓ પાસે ગિરવી રાખવામાં આવ્યા હતા. બ્રોકરેજ ફર્મ કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સુભાષ ચંદ્રાના નેતૃત્વ વાળી એસ્સેલ સમૂહની બે કંપનીઓ ઝી એન્ટરટેઈનમેન્ટ અને ડિશ ટીવીના પ્રવતર્કોની ક્રમશઃ 66.2 અને 94.6 ટકા હિસ્સો ગિરવે પડ્યો હતો.

કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટી તરફથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ ILANDFS સંકટની વચ્ચે આવી છે. પારંપરિક રીતે પોતાના બીજા કારોબાર માટે ધન એકઠું કરવા માટે પોતાની લિસ્ટેડ કંપનીઓનો ભાગ જામીનના રૂપમાં ગિરવે રાખવામાં આવે છે. અનિલ અંબાણીનો રિલાયન્સ સમૂહ અને એસ્સેલ સમૂહ બંને અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણીએ ફરી કર્યું ડિફોલ્ટઃ સરકારને 490 કરોડ ચુકવવામાં નિષ્ફળ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંબાણી ગ્રુપની કંપનીઓ રિલાયંસ ઈન્ફ્રા અને રિલાયંસ કેપિટલ એ કંપનીઓમાંથી છે, જ્યાં પ્રવર્તકોએ પોતાના 95 ટકાથી વધારે શેર ગિરવે રાખ્યા હતા. બંને કંપનીઓ એ એકમોની યાદીમાં પણ છે, જેમાં ત્રણ મહિનાના ગાળામાં ગિરવી રાખવામાં આવેલા શેરોમાં વધારો જોવા મળ્યો છે.

anil ambani business news