તેલીબિયાંની ઈમ્પોર્ટને મંજૂરી આપવા માટેની માગણી થઈ

21 October, 2014 05:35 AM IST  | 

તેલીબિયાંની ઈમ્પોર્ટને મંજૂરી આપવા માટેની માગણી થઈ


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

તેલીબિયાંની ઉત્પાદકતા વધારવા સરકાર દ્વારા પગલાં લેવામાં આવે ત્યારે લાંબા સમય પછી એનાં પરિણામો જોવા મળશે. હાલ ટૂંકા ગાળા માટે ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા અને દેશના રિફાઇનિંગ ઉદ્યોગને ધમધમતો કરવા સરકારે તેલીબિયાંની ઈમ્પોર્ટને પરમિશન આપવી જોઈએ. રાયડા અને સૂર્યમુખી બિયાં જે હાઈ ઑઇલ કન્ટેન્ટ ધરાવે છે એની ઈમ્પોર્ટ માટે સરકારે તાત્કાલિક પરમિશન આપવી જોઈએ. સસ્તાં ખાદ્ય તેલોની સતત વધી રહેલી આયાતથી દેશના તેલીબિયાં ઉગાડતા ખેડૂતોના હિતને રક્ષણ મળતું ન હોવાથી સરકારે સસ્તાં આયાતી ખાદ્ય તેલોને રોકવા તાત્કાલિક ધોરણે ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવો જોઈએ.