રસોઈ દ્વારા સ્ટ્રે ડૉગ્સ અને કૅટ્સ માટે ફન્ડ ઊભું કરશે આલિયા ભટ્ટ

23 August, 2019 11:55 AM IST  |  મુંબઈ

રસોઈ દ્વારા સ્ટ્રે ડૉગ્સ અને કૅટ્સ માટે ફન્ડ ઊભું કરશે આલિયા ભટ્ટ

રસોઈ દ્વારા સ્ટ્રે ડૉગ્સ અને કૅટ્સ માટે ફન્ડ ઊભું કરશે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ રસ્તા પર ભટકતાં ડૉગ્સ અને કૅટ્સને મદદ કરવા માટે ભંડોળ ઊભુ કરવાની છે. તે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનાં ઑન લાઇન પ્લૅટફૉર્મ ફૅનકાઇન્ડનાં માધ્યમથી એક કૅમ્પેન ચલાવશે. આ કૅમ્પેનમાં લોકોએ ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયા ડૉનેટ કરવાનાં રહેશે. એના દ્વારા જમા થયેલી ધન રાશી ‘વર્લ્ડ ફોર ઓલ’ નામક સંસ્થાને આપવામાં આવશે. આ સંસ્થા સાથે આલિયા પણ સંકળાયેલી છે. આ કૅમ્પેન પૂરૂ થયા બાદ એક ફૅનને રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવશે અને તેને આલિયા ભટ્ટ સાથે કૅક બનાવવાની તક મળશે. કૅક બનાવવા માટે ઇન્ડિયન પૅસ્ટ્રી શૅફ પૂજા ઢિંગરાનું માર્ગદર્શન પણ મળશે. પશુઓ માટે શરૂ કરાયેલી આ પહેલ સાથે જોડાઈને આલિયા ભટ્ટે કહ્યું હતું કે ‘પશુઓનું કલ્યાણ થવુ જોઈએ અને એ કાર્યમાં હું પહેલેથી જ વિશ્વાસ ધરાવુ છું. આ અનોખા કૅમ્પેન મારફતે ફંડ ઊભુ કરવામાં આવતા એ રકમ મુંબઈની ‘વર્લ્ડ ફોર ઓલ’ નામક ચૅરિટેબલ સંસ્થાને ફાળે જશે. આ સંસ્થા રસ્તા પર રખડતા ડૉગ્સ અને કૅટ્સ માટે સારુ અને સલામત વાતાવરણ ઊભુ કરશે.’

alia bhatt bollywood news