મુશ્કેલીમાં Air India, લેણું નહીં ચુકવે તો રોકવામાં આવશે ઈંધણનું સપ્લાય

01 September, 2019 02:18 PM IST  |  મુંબઈ

મુશ્કેલીમાં Air India, લેણું નહીં ચુકવે તો રોકવામાં આવશે ઈંધણનું સપ્લાય

મુશ્કેલીમાં Air India

પેટ્રોલિયમ વિતરણ કંપનીઓ(ઓએમસી)એ બાકી બિલ ન ચુકવવા પર એર ઈન્ડિયાને બે વધુ એરપોર્ટ હૈદરાબાદ અને રાયપુર પર ઈંધણનો સપ્લાય રોકવાની ચેતવણી આપી છે. જેના કારણે હજયાત્રા સહિતની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. ઈંધણ આપનારી કંપનીઓ પહેલા જ પુણે, વિશાખાપટ્ટનમ, કોચીન, પટના, રાંચી અને મોહાલીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને ઈંધણનું સપ્લાય રોકી ચુકી છે.

જણાવી દઈએ કે એર ઈન્ડિયા પર ઈન્ડિયન ઑયલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયલ કૉર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના 4, 300 કરોડ રૂપિયા બાકી છે. ઘટનાક્રમથી જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, 'ઈંધણ કંપનીઓએ એર ઈન્ડિયાને વ્યાજ સહિતની બાકીની રાશિ જમા કરાવવા માટે કહ્યું છે. જો એરલાઈન એવું નથી કરી શકતી તો છ સપ્ટેમ્બરથી હૈદરાબાદ અને રાયપુર એરપોર્ટ પર પણ ઈંધણનો સપ્લાય રોકી દેવામાં આવશે.'  સૂત્રએ જણાવ્યું કે જો ઈંધણનો સપ્લાય હૈદરાબાદમાં રોકવામાં આવશે તો હજયાત્રા સહિત અન્ય વિદેશી ડેસ્ટિનેશન સુધી જતી એરલાઈન્સ પ્રભાવિત થશે.

સૂત્રએ કહ્યું, '31 માર્ચ 2019 સુધી એર ઈન્ડિયાનું કુલ ઈંધણનું બાકી બિલ 4, 600 કરોડ હતું, જો 31 જુલાઈ સુધી ઘટીને 4, 300 થઈ ગયું. એ સિવાય, આ વર્ષે 1 એપ્રિલથી એર ઈન્ડિયા પ્રતિ દિવસ ઈંધણ માટે 18 કરોડ રૂપિયા આપી રહી છે. જો કે, આ મામલે ટીમ ઈન્ડિયાના પ્રવક્તાએ કઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો. '

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

સૂત્રએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા છ એરપોર્ટથી ફ્લાઈટનું સંચાલન રીશેડ્યુલિંગ કરીને કરતં હતું પરંતુ હવે જો હૈદરાબાદથી ઈંધણનું સપ્લાય રોકવામાં આવે તો તેનાથી ઘણો પ્રભાવ પડશે.

air india business news