15 December, 2025 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર - એઆઇ.
જો 2023 ડિસ્કવરીનું વર્ષ હતું અને 2024 હાઇપનું, તો 2025 ચોક્કસપણે ફ્રિક્શન એટલે ઘર્ષણનું વર્ષ રહ્યું છે. જેમ જેમ આપણે 2026 તરફ આગળ વધી રહ્યા છીએ, Artificial Intelligence(AI)ના લેન્ડસ્કેપમાં મોટા પાયે માળખાકીય ફેરફારો થઈ રહ્યા છે. હવે આડેધડ પ્રયોગોનો સમય પૂરો થઈ રહ્યો છે અને તેના સ્થાને એક કડક અને વ્યવહારિક તબક્કો શરૂ થઈ રહ્યો છે, જે બે મુખ્ય થીમ્સ દ્વારા વ્યાખ્યાયિત થશે, સ્ટ્રેટેજિક ઑટોનોમી (વ્યૂહાત્મક સ્વાયત્તતા) અને માર્કેટ કોન્સોલિડેશન (બજારનું એકીકરણ).
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, AI ના "વાઇલ્ડ વેસ્ટ" દિવસો પૂરા થયા છે. આવનારું વર્ષ એ બાબત પરથી નક્કી થશે કે ટેક્નોલૉજીની માલિકી ખરેખર કોની પાસે છે અને કોણ માત્ર તેને ભાડે વાપરી રહ્યું છે.
વર્ષો સુધી "Digital Sovereignty" માત્ર પૉલિસી મેકર્સ વચ્ચે ચર્ચાનો વિષય હતો, પરંતુ 2025 માં તે કોર્પોરેટ બોર્ડરૂમની હકીકત બની ગયો. આ બદલાવનો ટર્નિંગ પોઈન્ટ હતો માઈક્રોસોફ્ટ અને નાયરા એનર્જી વચ્ચેનો લાઈસન્સિંગ વિવાદ, જેના કારણે નાયરા એનર્જીની સિસ્ટમ્સ ટેમ્પરરી ધોરણે ખોરવાઈ ગઈ હતી. ભલે આ વિવાદ ટેકનિકલ હતો, પરંતુ તેના પડઘા જિયોપોલિટિકલ હતા. આ ઘટનાએ એક નાજુક હકીકત સામે લાવી દીધી: જો તમારું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે વિદેશી પ્લેટફોર્મ્સ પર નિર્ભર છે, તો તમારી બિઝનેસ કન્ટીન્યુઇટી બાહ્ય રાજદ્વારી અને કોર્પોરેટ નિર્ણયોને આધીન છે.
AI&Beyondના કો-ફાઉન્ડર અને CEO,જસપ્રીત બિન્દ્રા, આ ઘટનાને આવનારા વર્ષ માટે સૌથી મોટું કારણ માને છે. બિન્દ્રા દલીલ કરે છે કે, “આ ઘટના રાષ્ટ્રીય અને એન્ટરપ્રાઇઝ પ્રાયોરિટી લિસ્ટમાં ‘Sovereign AI’ને ખૂબ ઊંચે લઈ જશે.” તેમણે નોંધ્યું કે નાયરા એપિસોડ પોલિસી મેકર્સ માટે એક "વેક-અપ કોલ" સમાન હતો, જેણે વિદેશી ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ પર વધુ પડતી નિર્ભરતા રાખવાના જોખમો છતા કર્યા. 2026 માં, આપણે આ દિશામાં નક્કર પગલાં જોઈ શકીશું. દેશો અને મોટી કોર્પોરેશન્સ હવે માત્ર ઓપન AI કે એન્થ્રોપિક જેવા અમેરિકન જાયન્ટ્સના APIsપર નિર્ભર રહેવાને બદલે બીજી દિશામાં વળશે. હવે ફોકસ સ્વાયત્ત AIના માળખા પર રહેશે—એટલે કે લોકલ ડેટા સેન્ટર્સ બનાવવા, ડૉમેસ્ટિક સર્વર પર હોસ્ટ કરેલા ઓપન સોર્સ મોડલ (જેમ કે Llama અથવા Mistral) નો ઉપયોગ કરવો અને ક્રિટિકલ ડેટા દેશની બહાર ન જાય તેની ખાતરી કરવી. હવે લક્ષ્ય માત્ર ઇન્ટેલિજન્સ નથી, પણ ઇન્ડિપેન્ડન્સ છે.
સ્ટાર્ટઅપ્સ માટે એક્સટિક્શન ઇવેન્ટ
એક તરફ સરકારો અને એન્ટરપ્રાઇઝિસ પોતાની સુરક્ષા મજબૂત કરી રહ્યા છે, તો બીજી તરફ સ્ટાર્ટઅપનું તંત્ર આંતરિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં AI સ્ટાર્ટઅપનું ઘોડાપૂર આવ્યું હતું, જેમાંથી ઘણાએ પોતાની કોઈ ખાસ ટેક્નોલૉજી (Proprietary Tech) વિના જ લાખો ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું.
આ "થિન રૅપર" કંપનીઓ છે—એવા સ્ટાર્ટઅપ્સ જેણે મૂળભૂત રીતે ઓપનAI ના API ની ઉપર માત્ર એક સારો યુઝર ઇન્ટરફેસ(UI) બનાવ્યો છે. તેઓ "પીડીએફ સમરાઇઝેશન" અથવા "ઇમેઇલ રાઇટિંગ આસિસ્ટન્ટ" જેવી સેવાઓ આપે છે, જે યુઝર અને ફાઉન્ડેશનલ મોડેલ વચ્ચે માત્ર મધ્યસ્થી તરીકે કામ કરે છે. બિન્દ્રા આ સેગમેન્ટ માટે માઠા સમયની આગાહી કરે છે. તેઓ માને છે કે, “આવી ઘણી કંપનીઓ માટે 2026 માં, અથવા મોડામાં મોડા 2027 માં સમાપ્ત થઇ જવાનો વખત આવશે.”
ગૂગલ અને ઓપનAI જેવા ફાઉન્ડેશનલ મોડેલ પ્રોવાઈડર્સ હવે માત્ર એન્જિન નથી વેચતા; તેઓ આખી કાર બનાવી રહ્યા છે. જ્યારે આ જાયન્ટ્સ મેમરી, ફાઈલ એનાલિસિસ અને એજન્ટિક વર્કફ્લો જેવા ફીચર્સ સીધા જ તેમની કોર પ્રોડક્ટ્સમાં ઉમેરી દેશે, ત્યારે "રૅપર" સ્ટાર્ટઅપ્સનું કોઈ મૂલ્ય રહેશે નહીં. એનાલિસ્ટ્સ નોંધે છે કે, “આપણે ક્લાસિક માર્કેટ કરેક્શન જોઈ રહ્યા છીએ.” જો તમારા સ્ટાર્ટઅપનું આખું બિઝનેસ મોડેલ એવું એક ફીચર છે જે ચેટજીપીટી આવતા અઠવાડિયે મફત અપડેટ તરીકે રિલીઝ કરી દેશે, તો તમારી કંપની પાસે ટકવા માટે કોઈ આધાર નથી.
આનો અર્થ એ નથી કે AIની તેજીનો વખત પૂરો થઈ ગયો છે; તેનો અર્થ એ છે કે હવે સ્ટાન્ડર્ડ ઊંચા થઈ ગયા છે. 2026 ના એક્સટિંક્શન ઇવેન્ટમાં જે કંપનીઓ બચશે તે એની હશે જે કંઇક મૂલ્યવાન આપતી હશે. જેમ કે પ્રોપરાઇટરી ડેટા એટલે એવા સ્ટાર્ટઅપ્સ જેની પાસે યુનિક ડેટાસેટ્સ છે જે ફાઉન્ડેશનલ મોડેલ્સ પાસે નથી, વર્ટિકલ સ્પેસિફિસિટી એટલે કે ચોક્કસ ક્ષેત્ર માટે ખાસ બનાવેલ AI, જ્યાં સામાન્ય મોડેલ કામ નથી કરતું. ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એવી કંપનીઓ જે એન્ટરપ્રાઇઝિસને તે સ્વાયત્ત - સોવરિન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે જેની બિન્દ્રા આગાહી કરી રહ્યા છે.
જસપ્રીત બિન્દ્રાના મતે, AI નો "રોમાન્સ ફેઝ" હવે પૂરો થઈ ગયો છે. 2026 એ વર્ષ હશે જ્યારે ઇન્ડસ્ટ્રી મેચ્યોર થશે. એન્ટરપ્રાઇઝિસે સમજવું પડશે કે તેમણે પોતાની સ્વાયત્તતા સલામત કરવી પડશે અને સ્ટાર્ટઅપ્સે નક્કર કામ ખડું કરવું પડશે, આસિસ્ટન્ટ સેવાઓથી નહીં ચાલે.